World

ગરીબ પાકિસ્તાન હવે ચીનના મૂન મિશનમાં લેશે ભાગ, કરી ભારતની આ નકલ

નવી દિલ્હી: ભારતના (India) ચંદ્રયાન-3ની (Chandrayaan-3) સફળતાના નાદો સમગ્ર વિશ્વમાં જોવા મળ્યા હતા. પરંતુ જે પાકિસ્તાન (Pakistan) ચંદ્રયાન-3 વિશે ખોટી વાતો કરી રહ્યું હતું. હવે તે પોતે પણ ચીનની (China) મદદથી ચંદ્ર પર જવાની તૈયારી કરી રહ્યું છે. ચીનની સ્પેસ એજન્સી ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (CNSA) એ કહ્યું છે કે ચીન આવતા વર્ષે એટલે કે 2024માં તેનું ચંદ્ર મિશન (Moon Mission) ચાંગઈ-6 ચંદ્ર પર મોકલી રહ્યું છે. આ મિશનની સાથે પાકિસ્તાનનું એક પેલોડ પણ જઈ રહ્યું છે. ચીનનું કહેવું છે કે આનાથી પાકિસ્તાન સાથે તેના સંબંધો વધુ મજબૂત થશે. હાલમાં આ મિશન હજુ સંશોધન અને વિકાસના તબક્કામાં છે.

ચાંગઈ-6 મિશનમાં ચીન ચંદ્રની દૂરની બાજુ એટલે કે અંધારિયા ભાગમાંથી સેમ્પલ લાવશે. અત્યાર સુધી જેટલા પણ ચંદ્રના સેમ્પલ આવ્યા છે, તેમને નજીકની બાજુથી લાવવામાં આવ્યા છે એટલે કે જે ભાગ આપણને દેખાય છે. દૂરની બાજુ સામાન્ય રીતે વધુ પ્રાચીન માનવામાં આવે છે. એટકેન બેસિન ત્યાં જ આવેલ છે. તે ચંદ્રના ત્રણ સૌથી મોટા અને સૌથી પ્રખ્યાત ભૂમિ ભાગોમાંનો એક છે. આ સ્થળનું વૈજ્ઞાનિક મૂલ્ય ઘણું છે. આ સ્થળ દક્ષિણ ધ્રુવની નજીક પરંતુ અંધારા ભાગમાં છે.

ચીને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સંબંધો સુધારવા અને મજબૂત કરવા આ મિશનમાં ઘણા દેશોના પેલોડ જશે. ફ્રાન્સનું DORN રેડોન ડિટેક્શન ઇન્સ્ટ્રુમેન્ટ, યુરોપિયન સ્પેસ એજન્સીનું નેગેટિવ આયન ડિટેક્ટર, ઇટાલીનું લેસર રેટ્રોરેફ્લેક્ટર અને પાકિસ્તાનનું ક્યુબસેટ જેવા પેલોડસ્ ચીનના મૂન મિશનમાં જશે. પાકિસ્તાનનો ક્યુબસેટ ખૂબ જ નાનો ઉપગ્રહ છે. જે સામાન્ય રીતે 1×1 ફૂટનું ચોરસ બોક્સ હોય છે. અથવા તેમાં થોડો ફેરફાર હોય શકે છે.

આ વર્ષે પાકિસ્તાને ચીનના સ્પેસ સ્ટેશન ટિઆંગોંગ પર કેટલાક બીજ મોકલ્યા હતા. જેથી ત્યાં સંશોધન થઈ શકે. પાકિસ્તાનનું માનવું છે કે તેનાથી તે ચીનની મદદથી તેના સ્પેસ સ્ટેશન પર જગ્યા પણ બનાવી લેશે. અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નામ કમાઈ શકશે.ચીન ચંદ્ર અને પૃથ્વી વચ્ચે સંચાર સ્થાપિત કરવા માટે નવી તૈયારીઓ કરી રહ્યું છે. તે નવા સેટેલાઇટ ક્વીકિયાઓ-2 અથવા મેગ્પી બ્રિજ-2ને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તેનું લોન્ચિંગ આવતા વર્ષના પહેલા છ મહિનામાં થશે.

Most Popular

To Top