નવી દિલ્હી: હાલ દેશના દરેક વ્યક્તિની નજર ચંદ્રયાન-3 (Chandrayaan-3) પર છે. જો કે ચંદ્રયાન-3એ સમગ્ર ભારતવાસીઓ (India) માટે ગૌરવની વાત છે. જો કોઇ એનું મજાક ઉડાવવે તો તે ભારતની જનતાને સહન ન થઇ શકે. આવી જ ઘટના થઇ છે સાઉથના (South actor) ફેમસ એક્ટર પ્રકાશ રાજ (Prakash raj) સાથે, તેમણે ચંદ્રયાન-3 પર વિવાદાસ્પદ ટ્વીટ (Tweet) કરી પોસ્ટ કર્યું હતું. ‘ચંદ્રયાન-3’ મિશન પર ટ્વિટ કરવું દક્ષિણ અભિનેતા પ્રકાશ રાજ માટે મુશ્કેલી બની ગયું છે. તેમના આ ટ્વિટને કારણે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. તેમની સામે પોલીસ ફરિયાદ (FIR) પણ નોંધાઈ છે.
કર્ણાટકના બાગલકોટ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં, પ્રકાશ રાજને ‘ચંદ્રયાન-3’ મિશન પરના તેમના ટ્વિટ માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તે પછી તેમની સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોના નેતાઓએ તેમની વિરુદ્ધ બાગલકોટ જિલ્લાના બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે.
દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજે રવિવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર શર્ટ અને લુંગી પહેરેલા એક વ્યક્તિનું કાર્ટુની પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તે ચા રેડી રહ્યો હતો. આ સાથે અભિનેતાએ લખ્યું હતુરં કે હમણાં જ ચંદ્રયાનનો પહેલો વ્યૂ મળ્યો.. વિક્રમલેન્ડર જસ્ટઆસ્કિંગ” બીજી તરફ પ્રકાશ રાજને તેમના ટ્વીટથી ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રકાશ રાજ દ્વારા ચંદ્રયાન-3 મિશનની મજાક ઉડાવવી લોકોને ગમ્યું નથી અને તેમણે ચંદ્રયાન-3 મિશનને દેશના ગૌરવ સાથે જોડાયેલું ગણાવ્યું છે.
તેમજ સોશિયલ મીડિયા પર આક્રોશનો સામનો કરી રહેલા પ્રકાશ રાજે પાછળથી અન્ય એક ટ્વિટમાં સ્પષ્ટતા કરી કે તેમની ટિપ્પણી માત્ર મજાક તરીકે હતી. તેમણે લખ્યું હતું કે, “નફરત માત્ર નફરતને જ જુએ છે… હું આર્મસ્ટ્રોંગના સમયના એક મજાકનો ઉલ્લેખ કરી રહ્યો હતો જે આપણા કેરળના ચાયવાલાની ઉજવણી કરી રહ્યો હતો – ટ્રોલ્સે કયા ચાયવાલાને જોયા? જો તમને મજાક પણ ન સમજાય તો મ તમે જ મજાક છો. મોટા થાઓ # જસ્ટઆસ્કિંગ”
ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ISRO) અનુસાર, ચંદ્રયાન-3 23 ઓગસ્ટે IST લગભગ 18:04 PM પર ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. લાઇવ એક્શન ISRO વેબસાઇટ, તેની યુટ્યુબ ચેનલ, Facebook અને DD નેશનલ ટીવી પર 23 ઓગસ્ટ, 2023 ના રોજ IST 17:27 થી ઉપલબ્ધ થશે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બનશે. પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો એકમાત્ર દેશ બની જશે.