નવી દિલ્હી: કેનેડિયન (Canadian) સિંગર (Singer) શુભનીત સિંહ (Shubhneet singh) હાલ ખૂબ જ ચર્ચામાં છે. 26 વર્ષના શુભ, જે પોતાના ગીતોને (Songs) કારણે હેડલાઇન્સમાં હોય છે, તેઓ આજે વિવાદમાં ફસાયેલા છે. શુભનીત પર કેનેડા અને ભારત વચ્ચે વધતા તણાવ વચ્ચે ખલિસ્તાનીઓને (Khalistan) સમર્થન કરવાનો આરોપ છે, જેના પછી મુંબઈમાં યોજાનાર તેમનો મોટો કોન્સર્ટ રદ્દ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ સોશિયલ મીડિયા (Social Media) પર પણ ગાયકની આકરી ટીકા કરવામાં આવી રહી છે.
ફેમસ સિંગર શુભનીત પર અલગતાવાદી ખાલિસ્તાની તત્વોને સમર્થન કરવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે સોશિયલ મીડિયા પર ભારતનો વિવાદાસ્પદ નકશો શેર કર્યો હતો, જેમાં પંજાબ અને જમ્મુ-કાશ્મીરને ભારતના નકશામાંથી હટાવતા બતાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ બાદથી તેઓ વિવાદોમાં ફસાયા છે. ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના ઘણા સભ્યો પણ કહે છે કે શુભનીત અલગતાવાદી ખાલિસ્તાનીઓને સમર્થન આપે છે. સિંગર પર લાગેલા આ આરોપ બાદ ફેન્સથી લઈને સેલેબ્સ સુધીના દરેક લોકો તેમનાથી નારાજ છે. ઘણી મોટી કંપનીઓ પણ સિંગર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે.
જો કે શુભનીતનો મુંબઇમાં આ મહિનાના અંતમાં એક મોટો શો થવાનો હતો, જેની ટિકિટો પણ વેચાઈ ગઈ હતી. પરંતુ ગાયક પર લાગેલા આરોપો બાદ શોના સ્પોન્સર ‘બોટ ઈન્ડિયા’એ પોતાનો હાથ પાછો ખેંચી લીધો છે. ‘બોટ ઈન્ડિયા’એ તેના નિવેદનમાં કહ્યું કે તે હવે ભારતમાં પંજાબી સિંગર શુભનીતના કોન્સર્ટને સ્પોન્સર કરશે નહીં. ભારતમાં શુભનીતનો કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. શુભનીત પર લાગેલા આરોપો બાદ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પણ તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. વિરાટે સોશિયલ મીડિયા પરથી સિંગરને અનફોલો કરી દીધો છે. ભારતીય ચાહકો જેઓ અત્યાર સુધી શુભનીતના ગીતોને પસંદ કરતા હતા, તેઓ હવે શુભનીતને અનફોલો કરીને તેનો વિરોધ કરી રહ્યા છે.
શુભનીતની સિંગિંગ કરિયર માત્ર બે વર્ષની છે. સિંગરે 2021માં ઇરમાન થિયારા સાથે ‘ડોન્ટ લુક’થી તેની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેનું ગીત ‘વી રોલીન’ આવ્યું, જે ઘણું હિટ થયું. શુભનીત ઓજી, એલિવેટેડ અને ચેક્સ જેવા ગીતો માટે જાણીતી છે. કેનેડામાં (Canada) ભારત (India) વિરોધી ગતિવિધિઓ વધી રહી હોય ભારત સરકારે (IndianGovernment) કેનેડામાં વસતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ (Student) માટે એક એડ્વાઈઝરી (Advisery) જાહેર કરી છે. ભારત સરકારે કેનેડામાં રહેતા ભારતીયોને ચેતવણી આપી છે કે, તેઓ કેનેડામાં સાવધાન રહે. તેઓ પર હુમલા થઈ શકે છે. તેઓને જાનનું જોખમ રહેલું છે. કેનેડામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થતા ભારત સરકારે ભારતીયોને સાવધાન રહેવા ચેતવણી આપી છે. ભારત સરકારની એડ્વાઈઝરીના પગલે કેનેડામાં વસતા ભારતીયો અને ભારતમાં રહેતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.