National

બિહાર સરકારે જાતિની વસ્તી ગણતરીનો ડેટા જાહેર કર્યો, બ્રાહ્મણ અને OBCની વસ્તી આટલા ટકા

નવી દિલ્હી: બિહાર (Bihar) સરકારે જાતિની (Caste) ગણતરીના (Census) આંકડા જાહેર કર્યા છે. આમાં, વસ્તી ’36 ટકા અત્યંત પછાત, 27 ટકા પછાત વર્ગ, 19 ટકાથી થોડી વધુ અનુસૂચિત જાતિ અને 1.68 ટકા અનુસૂચિત જનજાતિની હોવાનું જણાવાયું છે. નીતીશ સરકારે બિહારમાં જાતિ ગણતરીનું કામ પૂર્ણ કર્યું છે. સોમવારે મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ પણ તેનો રિપોર્ટ જાહેર કર્યો. બિહાર સરકાર દ્વારા બિહારની જાતિ આધારિત વસ્તી ગણતરીમાં કુલ વસ્તી 13 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાતિ આધારિત વસ્તી ગણતરીમાં કુલ વસ્તી 13 કરોડ 7 લાખ 25 હજાર 310 જણાવવામાં આવી છે.

બિહાર સરકાર વતી વિકાસ કમિશનર વિવેક સિંહે પત્રકાર પરિષદ યોજી હતી. તેઓ મુખ્ય સચિવનો હવાલો સંભાળે છે. તેમણે કહ્યું કે બિહારમાં ઉચ્ચ જાતિઓની સંખ્યા 15.52 ટકા, ભૂમિહારની વસ્તી 2.86 ટકા, બ્રાહ્મણની વસ્તી 3.66 ટકા, કુર્મીની વસ્તી 2.87 ટકા, મુસહરની વસ્તી 3 ટકા, યાદવની વસ્તી 14 ટકા અને રાજપૂતની વસ્તી 3.45 ટકા છે. .

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં જાતિ ગણતરીનું કાર્ડ રમ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશની સામે એકમાત્ર મુદ્દો જાતિ વસ્તી ગણતરી છે. કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી, અમે સૌથી પહેલું કામ જાતિની વસ્તી ગણતરી કરીશું. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે આ કામ કોંગ્રેસ સરકારે કર્યું છે. ડેટા સરકાર પાસે છે, પરંતુ નરેન્દ્ર મોદી આ ડેટા તમારી સાથે શેર કરવા માંગતા નથી. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે હું પ્રશ્ન પૂછું છું કે દેશમાં કેટલા દલિત, ઓબીસી, આદિવાસીઓ અને જનરલ છે તો તેનો જવાબ કોઈ આપી શકતું નથી.

બિહારમાં 2146 લોકો એવા છે જે કોઈ ધર્મનું પાલન કરતા નથી. મહિનાઓથી ચાલી રહેલી જાતિ ગણતરી બાદ બિહાર સરકારે આ તમામ આંકડા જાહેર કર્યા છે. રાજ્યમાં ભૂમિહારની વસ્તી 2.86 ટકા છે જ્યારે બ્રાહ્મણોની વસ્તી 3.66 ટકા, કુર્મીની વસ્તી 2.87 ટકા, મુસહરની વસ્તી 3 ટકા, યાદવની વસ્તી 14 ટકા અને રાજપૂતની વસ્તી 3.45 ટકા છે.

Most Popular

To Top