Sports

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચ- બીજા દિવસનો ખેલ વરસાદને કારણે રદ્

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમત વરસાદને કારણે અટકાવવામાં આવી હતી અને માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. વરસાદના કારણે બીજા દિવસે પણ રમત શરૂ થઈ શકી ન હતી. બીજા દિવસની આખી રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત વરસાદને કારણે રદ કરવામાં આવી છે. કાનપુરમાં શનિવાર સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમ્પાયરોએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાત કર્યા બાદ દિવસની રમત રદ કરવાનો નિર્ણય લીધો હતો. રવિવાર, 29 સપ્ટેમ્બરે પણ અહીં વરસાદની 59% શક્યતા છે.

શુક્રવારે 27 સપ્ટેમ્બરના રોજ મેચના પહેલા દિવસે પણ વરસાદના કારણે મેચ વહેલી પૂરી કરી દેવાઈ હતી. માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. સામાન્ય રીતે એક દિવસમાં 90 ઓવર નાખવામાં આવે છે. દિવસની રમતના અંતે બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવી લીધા હતા. મોમિનુલ હક 40 રન અને મુશફિકુર રહીમ 6 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા.

ભારત 2 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બાંગ્લાદેશી કેપ્ટન નઝમુલ હુસેન શાંતો 31 રન બનાવીને આઉટ થયો હતો. તે રવિચંદ્રન અશ્વિન દ્વારા LBW થયો હતો. તેણે શાંતો અને મોમિનુલની પચાસ ભાગીદારીને તોડી હતી. આ પહેલા આકાશ દીપે શાદમાન ઈસ્લામ (24 રન) અને ઝાકિર હસન (0)ને આઉટ કર્યા હતા.

Most Popular

To Top