આસામ: રાજધાની દિલ્હી, યુપી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોના લોકો કાળઝાળ ગરમીથી પરેશાન છે અને વરસાદ જલ્દી આવે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ દેશનો એક ભાગ એવો પણ છે જ્યાં ગરમી નહિ પૂર અને વરસાદે તબાહી સર્જી છે. ડુંગરાળ વિસ્તારમાં બાળકોના રમકડાંની જેમ ટ્રેનની બોગી તૂટી ગઈ છે. ચારે બાજુ પાણી અને કાદવ દેખાય છે. બે દિવસ પહેલા સુધી તે રેલ્વે પ્લેટફોર્મ હતું પરંતુ હવે તે કાદવમાં ધસી ગયું છે.
રાજધાની દિલ્હી, યુપી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોના લોકો કાળઝાળ ગરમીથી પરેશાન છે અને વરસાદ જલ્દી આવે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ દેશનો એક ભાગ એવો પણ છે જ્યાં ગરમી નહિ પૂર અને વરસાદે તબાહી સર્જી છે. ડુંગરાળ વિસ્તારમાં બાળકોના રમકડાંની જેમ ટ્રેનની બોગી તૂટી ગઈ છે. ચારે બાજુ પાણી અને કાદવ દેખાય છે. બે દિવસ પહેલા સુધી તે રેલ્વે પ્લેટફોર્મ હતું પરંતુ હવે તે કાદવમાં ધસી ગયું છે.
ટ્રેન પાટા પરથી ઉતરી
ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ તો રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે અને પાટા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સાથે અનેક ટ્રેનો રસ્તા વચ્ચે જ ફસાઈ ગઈ હતી. જે બાદ મુસાફરોને બહાર કાઢવા માટે એરફોર્સની મદદ લેવી પડી હતી. રાહત અને બચાવ કાર્યમાં સેનાને પણ લગાવવામાં આવી છે. પાણીના ભારે વહેણનાં કારણે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.
આખો પુલ પાણીના વહેણમાં તણાઈ ગયો
આસામમાં ભારે વરસાદના પગલે નદીઓના જળ સ્તરમાં વધારો થયો છે. પાણીનું વહેંણ એટલું હતું કે નદી પર બનાવવામાં આવેલો પુલ આંખના પલકારામાં જ પાણીમાં ગરકાવ થઇ તણાઈ ગયો હતો. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
એકલા કછાલમાં જ 51,357 લોકો પ્રભાવિત
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર એકલા કછાલમાં 51,357 લોકો પ્રભાવિત થયા છે. વર્ષનો પ્રથમ વરસાદ હોવાના કારણે 46 તાલુકાના 652 ગામડા પ્રભાવિત થયા છે અને પુરના પાણીથી 16,645.6 હેક્ટર પાક બરબાદ થઈ ગયો છે.
દિમા હસાઉ જિલ્લાનું હાફલોંગ સ્ટેશન આખું પાણીમાં ડૂબી ગયું
ગુવાહાટીમાં નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ જણાવ્યું કે ભૂસ્ખલન અને ટ્રેક પર પાણી ભરાવાને કારણે છેલ્લા બે દિવસથી દિમા હાસાઉમાં લુમડિંગ-બદરપુર સેક્શન પર ફસાયેલી બે ટ્રેનોના લગભગ 2,800 મુસાફરોને બહાર કાઢવાનું કામ સોમવારે પૂર્ણ થયું હતું. અસમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે દિમા હસાઉ જિલ્લાનું હાફલોંગ સ્ટેશન સંપૂર્ણપણે ડૂબી ગયું છે. દિમા હસાઉ જિલ્લામાં પૂરના કારણે રેલ્વે લાઇન ધોવાઈ ગઈ હતી. ઘણા સ્ટેશનો પર ટ્રેક ડૂબી ગયા છે. પૂરમાં ડૂબી ગયેલા આ સ્ટેશનનો વીડિયો પણ સામે આવ્યો છે.
ભારે વરસાદના પગલે ટ્રેન રદ
અસમના હોજાઈ, લખીમપુર અને નાગાંવ જિલ્લામાં રસ્તાઓ, પુલ અને નહેરોને નુકસાન થયું છે. પૂરના કારણે માત્ર માનવીઓ જ નહિ પરંતુ હજારો પશુઓને પણ અસર થઈ છે. બરાક ઘાટીથી રેલ અને રોડ કનેક્ટિવિટીને ભારે નુકસાન થયું છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી પાટા નીચેની જમીન ખસી ગઈ હતી અને પાટા હવામાં ઉછળ્યા હતા. ભારે વરસાદને કારણે 17 ટ્રેનો રદ કરવી પડી હતી. જ્યારે બે ટ્રેનો પણ સ્થગિત કરવામાં આવી છે. હાલ અસમમાં એવી સ્થિતિ છે કે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે હજારો મુસાફરો ફસાયેલા છે. જેમને એરફોર્સની અને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
રાહત અને બચાવ કામગીરી શરુ
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), ફાયર અને ઈમરજન્સી સેવાઓ અને સ્થાનિક લોકો પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહ્યા છે. સરકારે પૂર પ્રભાવિત વિસ્તારોમાં મદદ કરવા માટે ભારતીય સેના, અર્ધલશ્કરી દળો, અગ્નિશમન અને કટોકટી સેવાઓ, નાગરિક વહીવટ અને પ્રશિક્ષિત સ્વયંસેવકોને જોડવામાં આવ્યા છે.