National

I.N.D.I.A ગઠબંધનને વધુ એક ઝટકો, AAP ચંદીગઢ અને પંજાબમાં એકલા હાથે લડશે, કેજરીવાલની જાહેરાત

લોકસભા ચૂંટણી (Election) પહેલા I.N.D.I.A ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નીતિશ કુમાર, મમતા અને અખિલેશ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ કોંગ્રેસથી (Congress) નારાજ દેખાય છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ ચંદીગઢ અને પંજાબમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરે. પંજાબ અને ચંદીગઢની 14 સીટો પર આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ પોતાના એક્સ એકાઉન્ટ પર અરવિંદ કેજરીવાલનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે આ જાહેરાત કરી છે.

આ વીડિયોમાં AAPના રાષ્ટ્રીય કન્વીનરે કહ્યું છે કે AAP પંજાબની 13 અને ચંદીગઢની 1 સીટ પર એકલા હાથે ચૂંટણી લડશે. AAP આ તમામ 14 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. હાથ જોડીને હું લોકો પાસેથી આશીર્વાદ માંગું છું, સાવરણીનું બટન દબાવો અને AAPને 14માંથી 14 બેઠકો જીતવા દો. તમારે બીજા બધાને ઝાડૂ લગાડી દેવાની છે.

અગાઉ કોંગ્રેસ સાથે સીટ વહેંચણીની વાટાઘાટો વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ કહ્યું હતું કે તેમની આમ આદમી પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં પંજાબની તમામ 13 સંસદીય બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે રાજ્યમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. ભગવંત માને કહ્યું કે પંજાબમાં ઈતિહાસ રચાશે કારણ કે AAP તમામ 13 સીટો જીતશે. રાજ્ય સરકારની જનહિતકારી નીતિઓની તરફેણમાં આ નિર્ણય હશે અને લોકો તેના પંજાબ વિરોધી વલણને કારણે વિરોધનો સખત અસ્વીકાર કરશે. માને સ્પષ્ટ કહ્યું કે AAP પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલે આજે ભગવંત માનના આ દાવાને મંજૂરી આપી દીધી છે.

Most Popular

To Top