વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 37મી મેચમાં આજે ભારતનો (India) મુકાબલો દક્ષિણ આફ્રિકા (South Africa) સામે છે. વર્લ્ડકપ 2023ની બે ટોપર ટીમોનો મુકાબલો કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પોતાની શાનદાર પારી રમી સાઉથ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ આપ્યો છે. દરમિયાન વિરાટ કોહલી પોતાની 49મી સદી ફટકારી નોટઆઉટ રહ્યો હતો. તેણે આ સદી ફટકારી સચિન તેંડુલકર સાથે બરાબરી કરી લીધી છે.
ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 326 રન બનાવ્યા હતા. આ પહેલા ભારતે 100 રનની અંદર જ બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ભારતની ઇનિંગને આગળ વધારી હતી. વિરાટે તેની હાફ સદી પૂરી કરી હતી. ભારતના 62 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્મા 24 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. તેને કાગીસો રબાડાએ આઉટ કર્યો હતો. જ્યારે ભારતની બીજી વિકેટ 93 રનના સ્કોર પર પડી હતી. કેશવ મહારાજે શુભમન ગિલને આઉટ કર્યો હતો. શુભમને 23 રન બનાવ્યા હતા.
પાવરપ્લેમાં ભારતની શરૂઆત શરૂઆત સારી રહી હતી. રોહિત-ગિલની જોડીએ 5 ઓવરમાં 61 રન બનાવ્યા હતા જોકે 100 રનની અંદર જ તેની બે વિકેટ પડી ગઈ હતી. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ભારતની ઇનિંગને સારી રીતે આગળ વધારી હતી. વિરાટ કોહલીએ 121 બોલમાં 101 રન બનાવ્યા હતા જ્યારે શ્રેયસ અય્યરે 87 બોલમાં 77 રન બનાવ્યા હતા.
ODI વર્લ્ડ કપ 2023માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ ODI વર્લ્ડ કપ 2023ની સૌથી મજબૂત ટીમોમાંથી એક છે. આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં આ બંને વચ્ચે મેચ રમાઈ રહી છે. બંને ટીમો સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી ચૂકી છે. ત્યારે હવે પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહેવાની રેસ આ બંને ટીમો વચ્ચે જોવા મળી રહી છે. જણાવી દઈએ કે પોઈન્ટ ટેબલમાં ભારત પ્રથમ અને દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે છે.