ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચને 227 રનથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ એવો જવાબ આપ્યો હતો કે ઇંગ્લેન્ડ ટીમ આ પરાજયને ક્યારેય ભૂલશે (never forgot) નહીં. ચેન્નઇના ચેપૌક ખાતે, વિરાટ બ્રિગેડે માત્ર એક અઠવાડિયામાં તેમના પ્રશંસકોને ઐતિહાસિક જીતની ભેટ આપી છે. ચોથા દિવસે ઇંગ્લેન્ડ 482 રનના પર્વત જેવા લક્ષ્યનો પીછો કર્યો હતો, પણ 165 રનમાં આખી ટિમ પેવેલિયન પરત ફરી (all out) હતી. અને વિરાટ બ્રિગેડ 317 રને જીતવામાં સફળ રહી. ઈંગ્લેન્ડ સામેની આ ભારતની સૌથી મોટી જીત (victory) છે.
ચેન્નાઇમાં જ વર્તમાન સિરીઝની પહેલી મેચ હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી (captain kohli)એ કહ્યું હતું કે ‘અમારે પાછા ફોર્મમાં આવવું પડશે અને હવે પછીની મેચમાં આપણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીશું. આપણે સારી બોડી લેંગ્વેજથી શરૂઆત કરવી પડશે અને વિરોધી ટીમ પર દબાણ બનાવવું પડશે. કેપ્ટન કોહલીનું આ નિવેદન એકદમ સાચું સાબિત થયું. ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમ પર એવું દબાણ બનાવ્યું કે તેણે ટેસ્ટ ઇતિહાસમાં પાંચમી સૌથી મોટી જીત હાંસલ કરી. ઇંગ્લેન્ડ સામે 317 રનની જીત એ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ક્રિકેટમાં (રનની દ્રષ્ટિએ) પાંચમો સૌથી મોટો વિજય છે.
ભારતીય ટીમે ડિસેમ્બર 2015 માં દિલ્હીના કોટલામાં દક્ષિણ આફ્રિકા સામે તેની સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીની અધ્યક્ષતામાં તેણે આફ્રિકન ટીમને 337 રનથી હરાવી હતી. ઈંગ્લેન્ડ સામેની આ ભારતની સૌથી મોટી જીત છે. આ પહેલા 1986 માં તેણે લીડ્સમાં કપિલ દેવની કપ્તાની હેઠળ ઈંગ્લેન્ડને 279 રનથી હરાવ્યું હતું. હવે આ રેકોર્ડ કોહલીના નામે જોડાયો છે, જેની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઇંગ્લેન્ડને રેકોર્ડ રનથી માત્ર હરાવ્યું જ નહીં, પણ 89 વર્ષ (1932-2021) ના તેમના ટેસ્ટ ઇતિહાસ (history)માં પાંચમી સૌથી મોટી જીત નોંધાવી.
ટેસ્ટ ક્રિકેટ: ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત
- 337 રનથી – દક્ષિણ આફ્રિકા સામે, દિલ્હી – 2015
- 321 રનથી – ન્યૂઝીલેન્ડ સામે, ઇન્દોર – 2016
- 320 રન – ઓસ્ટ્રેલિયા સામે, મોહાલી – 2008
- 318 રન – વેસ્ટ ઇન્ડીઝ સામે, એન્ટીગુઆ – 2019
- 317 રન – ઇંગ્લેન્ડ સામે, ચેન્નાઈ – 2021
ટીમ ઈન્ડિયાની આ મોહક જીત માટે રવિચંદ્રન અશ્વિન (r ashvin)નો ઓલરાઉન્ડ પ્રદર્શન (13, 106 રન, 5/ 43, 53/3) યાદગાર રહેશે, જ્યારે પહેલી ઇનિંગ્સમાં ‘હીટમેન’ રોહિત (hitman rohit) શર્માના બેટ પરથી 161 રન આવ્યા હતા. આ ઉપરાંત, અજિંક્ય રહાણે (67 રન) અને રીષભ પંત (અણનમ 58) ની અડધી સદીથી ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 329 રન સુધી પહોંચાડી હતી. પ્રથમ દાવમાં ઇંગ્લેંડને 134 રનમાં બોલ્ડ કર્યા પછી અશ્વિને બીજી ઇનિંગમાં બેટથી રનની વણઝાર કરી હતી.
કેપ્ટન કોહલીની સદી અને અડધી સદીના કારણે જ ટીમે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડ સામે 482 રનનો અશક્ય લક્ષ્યાંક રાખ્યો હતો. આજ મેચથી તેની શરૂઆત કરી હતી અને ડેબ્યુ પ્લેયર અક્ષર પટેલે ધુરંધર સ્પિન (5/60) કરી ઈંગ્લેન્ડને 164 રન પર પરત મોકલી હતી અને સુવર્ણ વિજય મેળવ્યો હતો, જે શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. હવે ત્રીજી ટેસ્ટ (day-night) 24 ફેબ્રુઆરીથી મોટેરા (motera stadium)માં રમાશે