રાજયમાં હાર્ટએટેકના કિસ્સાઓ વધતા જવાથી શંકાની સોય કોરોના વેકસીન પર જાય છે તેવું લોકજીભે ચર્ચાય છે પરંતુ સુવિખ્યાત હાર્ટ નિષ્ણાત ડોકટરોના મતે કોરોના વેકસીનથી હાર્ટએટેકના કેસ વધેલ છે તેવી માન્યતાને રદિયો અપાયેલ છે. આ નિષ્ણાતોમાં ઈન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ, એપોલો હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ વિભાગના વડા ડૉ. સમીર દાણી અને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલના ડાયરેકટર ડૉ. ચિરાગ દોશીનો સમાવેશ થાય છે.
દેશની સુવિખ્યાત ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર) દ્વારા થયેલ તબીબી અભ્યાસમાં એવો નિર્દેશ કરેલ છે કે મૃત્યુ પામનાર બધા યુવાનો કોવિડ-19 મહામારીના ચેપથી બચવા માટે આપવામાં આવેલી રસીની વિપરીત અસરથી સડન કાર્ડીયાક એરેસ્ટ કે હાર્ટએટેકના ભોગ નથી બન્યા અને જાહેર કરેલ છે કે અચાનક હાર્ટ એટેક અને કોરોનાની રસી વચ્ચે કોઇ જ સંબંધ નથી. નિષ્ણાંતોએ જણાવેલુ હતું કે કોરોના વેકસીન નહીં, પણ લોકોની લાઈફ સ્ટાઈલમાં બદલાવને જવાબદાર ગણેલ છે.
નિષ્ણાતોએ જણાવેલ છે હાર્ટ એટેક અને કાર્ડીયાક એરેસ્ટ બન્ને અલગ અલગ છે. અચાનક મોતના કિસ્સામાં 80 ટકા મોત કોરોનરી આર્ટરી (ધમની) બ્લોકેજથી જયારે 20 ટકા કેસમાં કાર્ડીયોમાયોપથી અથવા હૃદય અનિયમિત ધબકારાની જન્મજાત બિમારી જવાબદાર હોય છે. નિષ્ણાત કાર્ડીયોલોજીસ્ટના મતે નીચે પ્રમાણેની જીવનપદ્ધતિ નાગરિકોએ અપનાવવાની જરૂરી છે. હાર્ટએટેકથી બચવા દરરોજ 45થી 60 મીનીટ ચાલવું સમાજમાં 40 ટકા લોકો બેઠાડુ જીવન જીવી રહ્યા છે જે છોડવાની જરૂર છે.
ઓબેસીટી અને સ્મોકીંગના કારણે પણ નળીમાં કલોગ થાય છે જેનાથી સચેત રહેવું. વારંવારના ફાસ્ટફુડના ખોરાકથી દૂર રહેવું. જેટલું પાણી પીતાં હોય તેનાથી બમણું પાણી પીવું. કોરોના કાળ સમયે કોરોનાની રસી અગત્યનો જીવ બચાવવા લેવા માટે લાંબી કતારો થતી અને અનેક ઘણો ખર્ચો ભોગવવા નાગરિકો તૈયાર હતાં અને લાખો નાગરિકોના જીવ બચી ગયા હતા, જે હકીકતને પણ ભૂલવા જેવી નથી જે માટે વિના મૂલ્યે રસી આપનાર અને દેશભરમાં યોગ્ય વ્યવસ્થા આપનાર કેન્દ્ર સરકાર પણ અભિનંદને પાત્ર છે.આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચિંતા અને મહેનતને કાબિલેદાદ ગણી શકાય.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.