surat : સુરત એરપોર્ટ ( surat airport ) પર બર્ડહિટની ( birdhit ) ઘટના અટકાવવા માટે પ્રાઇવેટ એજન્સીને વિમાનના લેન્ડિંગ ( landing ) અને ટેક ઓફ ( take off) વખતે પક્ષીઓ ભગાડવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં બર્ડહિટની ઘટનાઓ સતત વધી છે. એક આરટીઆઇ અરજીના ( rti application) ઉત્તરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઉત્તર આપ્યો છે કે સુરત એરપોર્ટ પરિસરમાં વર્ષ 2020 દરમિયાન વિમાન સાથે પક્ષીઓ અથડાવાની 14 ઘટનાઓ બની છે. જ્યારે જાન્યુઆરી-21થી માર્ચ-2021 દરમિયાન બે ઘટનાઓ બની છે.
એએઆઇનું કહેવું છે કે દેશમાં સુરત એરપોર્ટ એક એવા લોકેશન પર આવ્યું છે. જેની આસપાસના વિસ્તારોમાં મત્સ્યપાલનની પ્રવૃતિઓ ચાલે છે. કાગડાઓ અને સમડીઓ જેવા પક્ષીઓ માછલી ( fish) અને ઝિંગા પકડવા તળાવ સુધી ઉડા-ઉડ કરે છે. તે દરમિયાન બર્ડ હિટ જેવી ઘટનાઓ બને છે. આ મામલે એએઆઇ દ્વારા સુરતના જિલ્લા કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટી મેનેજમેન્ટની બેઠકમાં પણ રજૂઆત કરવામાં આવી છે. સુરત એરપોર્ટ નજીક ફિશરીજ તળાવોને લીધે ફ્લાઇટના ટેક ઓફ વખતે સૌથી વધુ જોખમ રહે છે.
પક્ષીઓને ઉડાડવા માટે ફાયર ક્રેકર્સ છોડવામાં આવે છે. તે પછી ફ્લાઇટને ટેક ઓફ માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવે છે. એએઆઇએ આરટીઆઇ અરજીમા જે ઉત્તર આપ્યો છે તે મુજબ 2020માં બર્ડ હિટની બે ઘટના એવી હતી જેમાં પક્ષીઓ વિમાનના એન્જિનમાં ઘુસી જતા પાયલટે એટીસીને જાણ કરી હતી. કેટલાક સમય પહેલા એએઆઇ દ્વારા સલીમ અલી પક્ષી સંસ્થા પાસે બર્ડ એક્ટિવિટિ સર્વે કરાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. એક ટીમ તેના સર્વે માટેની બેઠક કરવા પણ આવી હતી પરંતુ તે પછી કોઇ આગળની કાર્યવાહી થઇ નહતી.