સાઉદી અરેબિયા(SAUDI ARABIAN), વિઝન 2030 (VISION 2030)માં શિક્ષણ ક્ષેત્ર માટે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની નવી દ્રષ્ટિના ભાગ રૂપે, વિદ્યાર્થીઓને વિવિધ સંસ્કૃતિઓ વિશે વધુ જાણકારી પ્રદાન કરવા માટે અન્ય દેશોના ઇતિહાસ (HISTORY) અને સંસ્કૃતિનો અભ્યાસ (STUDY) કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાઉદી અરેબિયાના વિદ્યાર્થીઓ હવે નવા અભ્યાસક્રમ હેઠળ રામાયણ (RAMAYANA) અને મહાભારત (MAHABHARATA) જેવા હિન્દુ મહાકાવ્ય(HINDU EPIC)ની વિગતો શીખી શકશે.
અભ્યાસક્રમમાં મહાભારત, અભ્યાસક્રમમાં રામાયણ, સાઉદી અરેબિયા શાળાના અભ્યાસક્રમ, રામાયણ અને સાઉદી શાળાઓમાં મહાભારત, સાઉદી વિદ્યાર્થીઓ મહાભારત શીખે છે, સાઉદી વિદ્યાર્થીઓ રામાયણ શીખે છે, વગેરે વાક્યો હાલ ચર્ચામાં છે, ત્યારે સાઉદી અરેબિયા શિક્ષણ ક્ષેત્રે સાઉદી અરેબિયાના વિઝન 2030 માં વિદ્યાર્થીઓ માટેના અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ કરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.. તેના ભાગ રૂપે, અહેવાલ છે કે વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવામાં આવશે. અહેવાલ એ પણ છે કે અભ્યાસ વૈશ્વિક સ્તરે નોંધપાત્ર ભારતીય સંસ્કૃતિઓ જેમ કે યોગ અને આયુર્વેદ પર ધ્યાન કેન્દ્રિત કરશે, વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક જ્ઞાન અને સંપર્કમાં વધારો કરશે.
મહત્વની વાત છે કે એક ઉમદા ઇસ્લામિક વિચારધારા ધરાવતા સાઉદી અરેબિયામાં હવે વિદ્યાર્થીઓનાં અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારતનો પરિચય ઉપરાંત નવા વિઝન 2030 માં અંગ્રેજી ભાષા પણ ફરજીયાત બનાવવામાં આવી છે. જેથી કહી શકાય કે હવે સાઉદીમાં તેઓ પોતાની પરંપરા સુસંગત અન્ય પરંપરાઓને પણ આગવું સ્થાન આપશે, જેથી અન્ય દેશ સાથેના તેના વ્યવહારોને પણ એક દિશા આપી શકાય સાથે જ ત્યાંના વિદ્યાર્થી પોતાના અભ્યાસ થકી વૈશ્વિક પ્રતિનિધિત્વ પણ ધરાવી શકે..
સાઉદીની વિઝન 2030 સમજુતી
શિક્ષણ ક્ષેત્રે બદલાવ સંબંધિત તમામ મૂંઝવણને નકારી કાઢવા, નૂફ-અલ-મારવાઈ નામના ટ્વિટર વપરાશકર્તા દ્વારા સ્ક્રીનશોટ શેર કરીને સાઉદી વપરાશકર્તાઓની દ્રષ્ટિ સ્પષ્ટ કરવામાં આવી છે. તેમણે લખ્યું કે, “સાઉદી અરેબિયાની નવી દ્રષ્ટિ -2030 અને અભ્યાસક્રમ એવા ભવિષ્યના નિર્માણમાં મદદ કરશે કે જેનો સમાવેશ ઉદાર અને સહનશીલ હોય. “ટ્વિટર વપરાશકર્તાએ તેમના પુત્રના અભ્યાસક્રમનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો, જેમાં સંસ્કૃતિઓની વિશાળ શ્રેણી સમાયેલી છે.
“સામાજિક અધ્યયનના પુસ્તકમાં આજે મારા દીકરાની શાળા પરીક્ષાના સ્ક્રીનશોટમાં હિન્દુ ધર્મ, બૌદ્ધ, રામાયણ, મહાભારત અને ધર્મના વિભાવનાઓ અને ઇતિહાસ શામેલ હોય મને તેના અધ્યયનમાં મદદ કરવામાં આનંદ થયો, ‘એમ તેણે પોતાની ટ્વિટમાં ઉમેર્યું.