શહેરા: શહેરા નગર પાલિકાના ટાઉન હોલ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કાર્યકમ સાંસદની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તાલુકાના મહેલાણ સહિતના ૧૨ જેટલા ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વિજળીનો લાભ મળશે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજનાનું શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરા તાલુકાના ૧૨ ગામોના ખેડૂતોને દિવસે વીજળી પિયત માટે મળી રહે તે માટે નગરપાલિકા ટાઉન હોલ ખાતે સાસંદ રતન સિંહ રાઠોડ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, સાંસદ રતનસિંહ રાઠોડ.તેમજ જીઇબીના અધિકારી,પદાધિકારીઓ, કલેકટર સહિત સ્ટેજ પરના મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરીને કાર્યકમ ને ખુલ્લો મૂક્યો હતો.
કિસાન સૂર્યોદય યોજના પારંભ થતા પ્રથમ તબક્કામાં તાલુકાના બોરીયાવી, છોગાળા, ચોપડાખુર્દ, ગાંગડીયા, ખટકપુર, ખોજલવાસા, મહેલાણ, મીરાપુર, નાડા, નાંદરવા, સગરાડા, સાજીવાવ સહિત ૧૨ જેટલા ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વિજળી આપવામાં આવનાર છે. કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી જય બારોટ , મામલતદાર મેહુલ ભરવાડ , મધ્ય ગુજરાત વીજ કંપનીના નાયબ ઈજનેર વાય. આર.પટેલ, અધિક્ષક ઇજનેર વી.એમ.રાઠવા, સી.એમ. સિંગ,વી આર.ગુપ્તા તેમજ જિલ્લા મહામંત્રી જિજ્ઞેશ પાઠક, તાલુકા ભાજપ પ્રમુખ મગન ભાઈ પટેલીયા, ઉપ પ્રમુખ ભાજપ ભૂપતભાઇ પટેલ સહિત ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો અને ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.