રાજકારણ કઈ દિશા પકડી રહ્યું છે તે સમજમાં નથી આવતું. બધા જીત માટે નવી નવી સ્કીમ અને ફોગટનું આપીને વોટ બટોરવાની રાજનીતિ. IPLમાં પ્લેયર ખરીદાય તેમ સભ્ય ખરીદવાના. પોલીટીક્સનો ‘પ’નહીં જાણતા રાજકારણમાં આવે છે. બધાને ઉચ્ચ સ્થાન જોઈએ છે. કારણ આના માટે કોઈ ડીગ્રીની જરૂર નથી. દર વર્ષે ત્રણ પાર્ટી બદલે એવા પલટુ લોકોને પણ પાર્ટીમાં આવકારે, જેણે પક્ષને લાત મારી હોય, નુકસાન કર્યું હોય, જેણે મોવડીમંડળને ગાળો ભાંડી હોય તેને પણ પ્રવેશ આપે. શિબિર શાની કરો છો, આવું જ કરવા માટે? સભ્ય બનાવો.
સુરત – તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.