નડિયાદ: વસો ગામમાં હિન્દુ વસ્તી ધરાવતાં વિસ્તારમાં પૂર્વ આયોજિત કાવતરાં સાથે મુસ્લિમોએ એક જમીન ખરીદી તેમાં શંકાશીલ પ્રવૃત્તિઓ માટે રાતોરાત બાંધકામ શરૂ કરી દીધું છે. આ અંગે વસો સંઘર્ષ સમિતી દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુસ્લિમોના પક્ષમાં થયેલ આ જમીનનો દસ્તાવેજ રદ્દ કરવાની માંગ કરી છે. વસો ગામના મુખ્ય રસ્તા પર હિન્દુ સમુદાયની વસ્તી વચ્ચે સર્વે નં ૧૩૯૧ વાળી એક જમીન આવેલી છે. આ જમીન થોડા સમય અગાઉ પૂર્વ આયોજીત કાવતરાં સાથે મુસ્લિમોને વેચાણ આપી દેવામાં આવી હતી.
જેને પગલે મુસ્લિમો દ્વારા આ જમીન પર શંકાશીલ પ્રવૃત્તિઓ માટે રાતોરાત બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે આ વિસ્તારમાં રહેતાં હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ, લવ-જેહાદના વધતાં જતાં કિસ્સાઓ વચ્ચે વસો ગામમાં હિન્દુ વસ્તી ધરાવતાં વિસ્તારમાં મુસ્લિમોના પ્રવેશથી પોતાના પરિવારની દિકરીઓ પણ લવ-જેહાદનો ભોગ બનશે તેવી ભિતી આ વિસ્તારના હિન્દુઓ સેવી રહ્યાં છે. લવજેહાદની સાથે સાથે બિનમુસ્લિમ વિસ્તારોમાં પગપેસારો કરી લેન્ડ-જેહાદની પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવી છે.
તે જોતાં ગામમાંથી હિન્દુઓને હિજરત કરવાનો પણ સમય આવે તેવો ડર ફેલાયો છે. ત્યારે વસો સંઘર્ષ સમિતી દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મુસ્લિમોના પક્ષમાં થયેલ આ જમીનનો દસ્તાવેજ રદ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. તેમજ કાયદાની જોગવાઈ અનુસાર આ જમીનમાં બાંધકામ માટેની મંજુરી લેવાઈ છે કે નહી…? અને જો મંજુરી લેવામાં આવી હોય તો તે કયાં હેતુથી લેવામાં આવી છે તે અંગે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.