Dakshin Gujarat Main

ભારે થઈ, ઉમેદવારને ચૂંટણીમાં 1 જ વોટ મળ્યો: પત્નીએ પણ મત નહીં આપતા વાપીમાં ઉમેદવાર જાહેરમાં રડી પડ્યો

વાપી: (Vapi) મંગળવારે ગ્રામપંચાયતની (Grampanchayat) ચૂંટણીના (Election) પરિણામો (Result) જાહેર થયાં હતાં. ક્યાંક સરપંચ પદના ઉમેદવારો ભારે સરસાઈથી જીત્યા તો ક્યાંક ખૂબ જ પાતળી સરસાઈ મેળવી હતી. કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. નર્મદાના નાંદોદમાં પતિ હારી જતા પત્ની બેભાન થઈ ગઈ હતી તો ભરૂચમાં મતગણતરી કેન્દ્ર પર સાપ નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. તો બીજી તરફ વાપીમાં તો ખૂબ જ હાસ્યાસ્પદ ઘટના બની છે. અહીં એક ઉમેદવારને માત્ર 1 જ વોટ મળ્યો હતો. નવાઈની વાત એ છે કે ઉમેદવારના પરિવારમાં જ 12 સભ્યો છે, તેમ છતાં તેને 1 જ વોટ મળ્યો હતો. તેની પત્નીએ પણ તેને વોટ આપ્યો નહોતો. આ વાત જાણી ઉમેદવાર જાહેરમાં જ રડી પડ્યો હતો.

વાપીના છરવાડા (Charwada) ગામમાં (Village) આ અજીબોગરીબ કિસ્સો બન્યો છે. વાપી તાલુકાની છરવાડા ગ્રામ પંચાયતમાં સંતોષ હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી અને વોર્ડ નંબર 5 માં સભ્ય પદ માટે ચૂંટણી લડ્યો હતો. તેણે ગામમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો અને જીતી જ જશે તેવો વિશ્વાસ ધરાવતો હતો, પરંતુ આજે જ્યારે મતપેટી ખુલી અને પરિણામ જાહેર થયા ત્યારે તેની આંખો પણ ખુલીની ખુલી જ રહી ગઈ હતી. તેને રોકડો 1 જ વોટ મળ્યો હતો. સ્વાભાવિક પણ તે 1 વોટ તેનો પોતાનો જ હતો.

આખાય ગામમાંથી એકેય મતદારે તેને મત આપ્યો નહોતો. મિત્રોની વાત તો છોડો ખુદ તેના પરિવારના સભ્યોએ પણ તેને મત આપ્યો નહોતો. નવાઈની વાત એ છે કે તેના પરિવારમાં જ 12 સભ્યો છે. આટલા મોટા પરિવારમાંથી પણ તેણે એકે જણાય વોટ આપ્યો નહોતો. તેની પત્નીએ પણ તેને વોટ નહીં આપતા તે ભાંગી પડ્યો હતો. સતીષ હળપતિ જાહેરમાં જ રડી પડ્યો હતો.

Most Popular

To Top