વાંસદા : પતિ, પત્ની અને વોની એક ચોંકાવનારી ઘટના વાંસદા (vansda) તાલુકાના એક ગામમાંથી સામે આવી છે. ડાંગના (Dang) ગામડાંઓમાં આજે પણ બેવફાઈના કિસ્સામાં કસૂરવારોને સરાજાહેર સજા આપવામાં આવતી હોય છે, આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે. વાંસદાના એક ગામમાં પત્નીને (Wife) પ્રેમીની (Lover) બાહોમાં જોઈ ગયેલા પતિએ અનોખી રીતે બદલો લીધો હતો. પતિએ (Husband) પત્નીના પ્રેમીને નગ્ન કરી તેને જાહેર માર્ગ પર થાંભલા પર બાંધી દીધો હતો અને ત્યાર બાદ તેનો વિડીયો (Video) ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ (viral) કરી દીધો હતો.
વાત જાણે એમ છે કે, વાંસદા તાલુકાના એક ગામડાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પતિએ પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડ્યાં હતાં. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં પતિએ પત્નીના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપીને પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધી દીધો હતો. પતિ તેની પત્ની અને પ્રેમી પર ગાળોનો વરસાદ વરસાવી રહ્યો હતો. તેમજ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. પતિ રોજગારી અર્થે બહાર ગયા બાદ પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા, ત્યારબાદ તેણી પ્રેમીને ઘરે બોલાવીને અંગત પળો માણતી હતી, જેની જાણ પતિને થતાં સમગ્ર ઘટનાને લઈને એક દિવસ વોચ રાખ્યા બાદ બંનેને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યાં હતાં. ત્યારબાદ પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધી દીધો હતો.
આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ થઇ નથી, જ્યારે આ વિડીયો એક અઠવાડિયા જૂનો હોવાની માહિતી મળી છે. વિડીયોમાં પતિએ પત્નીને એક તરફ ઊભી રાખી છે અને તેની સામે નગ્ન અવસ્થામાં તેના પ્રેમીને બાંધીને ગાળોનો વરસાદ વરસાવે છે. પતિ પત્નીને અત્યંત નિમ્ન શબ્દોમાં ગાળો ભાંડી રહ્યો છે.