ભરૂચ: ભરૂચના જંબુસર તાલુકામાં કેનાલો તૂટી પડવાની ઘટનાઓ બાદ કેનાલમાં લાલ પાણી વહેતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જંબુસર તાલુકાના કાનવા અને પીલુદરા ગામના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી વેડચ પાઈનોર કેનાલનું પાણી આજે એકાએક લાલ રંગનું થઈ જતા આશ્ચર્ય સર્જાયું હતું. ગ્રામજનો મોટી સંખ્યામાં નહેર પાસે ભેગા થઈ ગયા હતા અને પાણીના રંગ વિશે ચર્ચા કરવા લાગ્યા હતા.
- પીલુદરા ગામની કેનાલમાં રસાયણયુક્ત પાણી ભળી આવતા ગ્રામજનો
- ખેડૂતોમાં ભારે રોષ,GPCB ટીમ દોડી જઈને સેમ્પલો લીધા
- કેમિકલવાળા લાલ પાણીથી ખેતી અને ગ્રામજનોના આરોગ્યમાં ખતરો
- આ પાણીમાં કોથળા કે તાડપત્રી જે ગંદુ હોય એને સાફ કર્યું હોય એમ લાગે છે જેને લઈને પાણી પ્રદુષિત થયાનું GPCBને અનુમાન
જંબુસર તાલુકાના કાનવા અને પીલુદરા ગામના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી વેડચ માંઈનોરમાં દુષિત અને શંકાના દાયરામાં લાલ કેમિકલ વાળા પાણીને લઇ ખેતી માટે ઉપયોગ કરતા ખેડૂતો સાથે કાનવા અને પીલુદરા ગામના રહેણાંક વિસ્તારના લોકો નાહવા અને કપડા-વાસણ ધોવા માટે ઉપયોગ કરે છે.
રવિવારે સાંજે બંને ગામની સીમમાં પાશ્વનાથ કંપની પાસેથી પસાર થતી વેડચ માઈનોરમાં અચાનક જ કેમિકલયુક્ત લાલ પાણી નજરે પડતા કપડા-વાસણ ધોવા આવેલ મહિલાઓ ચોકી ઉઠી હતી. સમગ્ર મુદ્દે પીલુદરા ગામના સરપંચ બલવંતસિંહ પઢીયાર તેમજ કાનવા ગામના ડેપ્યુટી સરપંચ રાકેશ પટેલને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે પહોચી ગયા હતા તેઓએ પ્રદુષિત લાલ પાણી લઈને ભારે રોષ વ્યાપી ગયો છે.
કોઈક શંકાસ્પદ કેમિકલવાળું લાલ પાણીને પગલે ખેતી સહીત ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થતા ભારે દોડધામ મચી ગઈ હતી.સમગ્ર ઘટનાના પગલે ભરૂચ GPCBને ખબર પડતા ટીમ દોડી જઈને પ્રદુષિત પાણીના સેમ્પલો લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જે મુદ્દે ભરૂચ GPCB ખબર પડતા જ તેના રીજીયોનલ ઓફિસર માર્ગીબેન ઘટના સ્થળે પહોચીને ટેલીફોનીક પર જણાવ્યું હતું કે અમને પ્રદુષિત પાણીની માહિતી મળતા પહોચીને સેમ્પલો લીધા છે.જો કે હાલમાં પ્રદુષિત પાણી વધારે પ્રમાણમાં વહી જતા ચોખ્ખું પાણી છે.જો કે આ અંગે જોતા એમ અનુમાન છે કે આ પાણીમાં કોથળા કે તાડપત્રી જે ગંદુ હોય એને સાફ કર્યું હોય એમ લાગે છે.જેને લઈને પાણી પ્રદુષિત ગયું હશે.