દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાની સંસદમાં ખુબ મારપીટ થઈ. આ મારપીટનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ( social media) પર વાયરલ ( virul) થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે પૂર્વ રાષ્ટ્રપતિની નજરકેદને લઈને સંસદમાં ચર્ચા ચાલુ હતી. અચાનક ત્યારે જ વિપક્ષ અને સત્તા પક્ષના નેતાઓ પરસ્પર ભીડી ગયા. જોત જોતામાં તો સંસદ કુશ્તીનો અખાડો બની ગયો ગઈ. બંને પાર્ટીઓની મહિલા સાંસદો વચ્ચે ખુબ હાથાપાઈ થઈ. મહિલાઓએ એક બીજાના વાળ ખેંચ્યા અને મુક્કાનો વરસાદ કરી નાખ્યો.
શાબ્દિક ટપાટપી બાદ હાથાપાઈ
સંસદમાં મારપીટની આ ઘટના મંગળવારે થઈ તે સમયે પૂર્વ વચગાળાના રાષ્ટ્રપતિ જીનિન અનેજને અટકાયતમાં લેવા મામલે ચર્ચા ચાલુ હતી. તે સમયે વિપક્ષી નેતા હેનરી મોન્ટેરો અને સત્તાધારી એમએએસ પાર્ટીના સભ્ય એન્ટોનિયો કોલકે વચ્ચે વાક યુદ્ધ જામ્યુ. થોડીવારમાં વિવાદ એટલો વધી ગયો કે બંને નેતા પોતાની સીટ છોડીને સદનની વચ્ચેવચ આવી ગયા અને મારપીટ શરૂ કરી દીધી.
મહિલા સાંસદોએ વાળ ખેંચ્યા, મુક્કા વરસાવ્યા
બંને નેતાઓને મારપીટ કરતા જોઈને બીજા નેતાઓ પણ ત્યા પહોંચ્યા પરંતુ તેમને છોડાવવાની જગ્યાએ તેઓ પણ આ લડાઈનો ભાગ બની ગયા. જેમાં બે મહિલા સાંસદો પણ સામેલ રહ્યા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પુરુષો સાથે મહિલા સાંસદ પણ એકબીજાની પીટાઈ કરી રહ્યા છે. મહિલા નેતાઓના નામ તાતિયાના અનેજ ડે ક્રિમોસ અને મારિયા અલાનોકા હોવાનું કહેવાય છે. સંસદના સુરક્ષાકર્મીઓએ મામલો થાળે પાડવા માટે ખુબ જદ્દોજહેમત કરવી પડી.
બોલિવિયાના પૂર્વ વચગાળાના રાષ્ટ્રપતિ જીનિન અનેજની માર્ચમાં અટકાયત થઈ હતી. વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે સરકાર જાણી જોઈને પૂર્વ રાષ્ટ્રપતિને નિશાન બનાવી રહી છે. આ મુદ્દે સંસદમાં ચર્ચા ચાલુ હતી. જેવી વાતચીત શરૂ થઈ કે શું જીનિન અનેજે ચૂંટણીમાં ગોટાળો કરીને એક અસ્થાયી સરકારનું નેતૃત્વ કર્યું હતું? વિપક્ષી સાંસદ નારાજ થઈ ગયા. સ્થિતિ એટલી બગડી કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. જીનિન પર એવો પણ આરોપ છે કે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ઈવો મોરાલેસને ઉખાડી ફેંકવા માટે તખ્તાપલટની કોશિશ કરી હતી.