વિધવાનો પડછાયો, કાળો ચાંદલો, સફેદ સાડી, મંદિરમાં પ્રવેશબંધી, વડીલોને પગે લાગી બહાર જવું, વડીલોની હાજરીમાં માથુ ઢાનકવું, પોતાનો અભિપ્રાય આપવાનો નિષેધ, બાપ દિકરાનો હુકમ માથે ચઢાવવો. દલિતોને અડવુ નહિ, છેટા રહેવું. ચાર રસ્તાના કુંડાળાથી દૂર રહેવું. બિલાડી આડી આવે તો પાછા ફરવું.
આવા અગણિત રિવાજો અને વહેમો સદીઓથી ચાલતા આવે છે. ભુતભુવાઓ અને બાવાઓની જડીબુટ્ટી અને માંદળિયા, દરગાહ પર માથું ટેકવી પીછી ફેરવાવી. લગ્નની કંકોત્રી પ્રથમ દેવસ્થાનને અર્પણ કરવી, સ્મશાન પ્રવેશ બંધી. આજની પેઢીઓએ બંડ પોકાર્યું છે. હમો સોળમી સદીમાં જીવતા નથી. તમારી જરીપુરાણી અને જર્જરીત માન્યતાઓને હમો ફગાવી રહયા છીએ.
સુરત – મીનાક્ષી શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.