GANDHINAGAR : કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટને આત્મનિર્ભર બજેટ ગણાવે છે પરંતુ તે માટે આપણા નાણા મંત્રી નિર્મલા સીતારામનજી ( NIRMALA SITARAMAN) ને દોષ આપતો નથી કારણ કે તેઓ તેમના પી.એ.પી.એસ.ને પણ પસંદ કરવા આત્મનિર્ભર નથી તો બજેટ ( BUDGET) તો આત્મનિર્ભર ક્યાંથી હોય? તેવું શક્તિસિંહ ગોહિલે ( SHAKTISINH GOHIL) રાજ્યસભામાં બજેટ પરની ચર્ચામાં જણાવ્યું હતું.
રાજ્ય સભામાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર પર બોલતા ગુજરાતના રાજ્યસભાના સાંસદ શક્તિસંહ ગોહિલે કેન્દ્રના બજેટને ગરીબ, મધ્યમ વર્ગ અને સિનિયર સીટિઝન સાથે એક મોટા છળ સમાન ગણાવતા કહ્યું હતું કે ખાસ કરીને ૬૦ વર્ષની ઉપરના લોકો સિનિયર સિટીઝનની વ્યાખ્યામાં સમાવિષ્ટ હોવા છતાં ૭૫ વર્ષની ઉપરના વરિષ્ઠ નાગરિકોને ટેક્સનું રિટર્ન ભરવામાંથી મૂક્તિ આપી છે અને તેમાં પણ ઇન્ટરનેટ ઉપર ચીજ વસ્તુના વેપારની જેમ ‘ટર્મ્સ એન્ડ કંડીશન એપ્લાય’ એવી ગર્ભિત જોગવાઇ રાખી છે.
શક્તિસિહ ગોહિલે કહ્યું કે મનમોહનસિંઘ ( MANMOHAN SINH) વડાપ્રધાન હતા ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવ સંબંધે વિરોધપક્ષના મુખ્યમંત્રીના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ ૨૦૧૧માં આપેલા રિપોર્ટમાં કહેવાયું હતું કે એમ.એસ.પી. માટે કાયદો નહીં બને તો તે કિસાનના લાભમાં નહીં હોય એટલે એમ.એસ.પી. માટે કાયદો હોવો જોઇએ આજે એ વડાપ્રધાન છે, ત્યારે આ વાત ભૂલીને એ રિપોર્ટના પસંદગીના મુદ્દાને ઉઠાવીને કોંગ્રેસને બદનામ કરવામાં આવે છે.
સચ સૂનને કી તૈયારી રખો, સચ સૂનને સે મોક્ષ મિલતા હૈ: શક્તિસિંહ
શક્તિસિંહે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ભારતે મેળવેલા ઐતિહાસિક વિજયનો ઉલ્લેખ કરી માર્મિક ટકોર કરતા કહ્યું કે ભારતને જીત તરફ દોરી જનાર એ ટીમમાં જે શ્રેષ્ઠ ચાર હિન્દુસ્તાની ખેલાડીઓ હતા તેમાં એક શીખ, એક મુસ્લીમ,એક હિન્દુ અને એક ઇસાઇ હતા તેઓ એક ટીમ બનીને લડે છે તેને એક બાજુ ટવીટ કરીને અભિનંદન આપે છે અને બીજી તરફ અહીં દિલોને તોડવાના ઝેર ભરવામાં આવે છે, શ્રી ગોહિલની આ વાત સામે ઉહાપોહ કરનારા ટ્રેઝરી બેન્ચના સભ્યોને સંબોધી તેમણે કહ્યું હતું કે અહીં કહેવામાં આવે છે કે સચ સૂનને કી તૈયારી રખો, મેં ભી યે કહેતા હું, સૂના હૈ કી સચ સૂનને સે મોક્ષ મિલતા હૈ.