ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાના પરિણામ જાહેર થયા બાદ નવી સરકાર રચવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે એટલે કે શનિવારે ગુજરાત વિધનાસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાઈ હતી, જ્યાં પાર્ટીના તમામ સિનિયર નેતા હાજર છે. આ સાથે જ ભાજપના હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને પણ બેઠકમાં હાજર છે. જ્યાં તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવ્યા છે. ત્યાર બાદ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજભવન ખાતે પહોંચ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સાંજે દિલ્હી જવા માટે રવાના થશે.
- ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી
- મુખ્યમંત્રીનાં નામની સત્તાવાર રીતે કરાઇ જાહેરાત
- મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ કનુ દેસાઇએ મુકયો
- તમામ ધારાસભ્યોએ ટેકો જાહેર કર્યો
- 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે લેશે શપથ
તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો અને તેમના નામનો પ્રસ્તાવ કનુભાઈ દેસાઈએ મૂક્યો હતો. આ પ્રસ્તાવને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. ત્યારે હાલ ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ ખાતે હાજર છે.
ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજભવન પહોંંચ્યા હતા. તેઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજુ કર્યો છે. રાજભવન જતા પહેલા ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, અને કહ્યું હતું કે ગુજરાતની જનતાનો ભરોસો તૂટવા દેશું નહીં. ચેમણે કહ્યું કે જનતાએ મહોર લગાવી છે. મોદીનો સંકલ્પમાં દેશનને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો પ્રયત્ન, મારા ધારાસભ્યો તથા સંગઠન સાથે મળીની ગુજરાતમા માટે સારી રીતે કામ કરીશું. જયારે 156 બેઠક પર જીત અપાવી હોય જનતાએ તો સરકાર પાસે અપેક્ષા હોય જ છે, એટલે ભાજપની સરકારે અત્યાર સુધી કામ કર્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર મૂકેલો ભરોસો, પીએમ મોદી પર મૂકેલો ભરોસો તૂટવા નહીં દઈએ. આ સાથે જ તેમણે કહ્યું કે સંકલ્પ પભ જાહેર કર્યું હોય એ પ્રાથમિકતામાં હોય, 370 ની કલમ હોય કે રામમંદિર હોય. પહેલી કેબિનેટમાં સીએએની કમિટી રચી છે એની ભલામણના આધારે નિર્ણય કરાશે. તમને જણાવી દઈએ કે નવા મુખ્યમંત્રી અને સી આર પાલીટ રાજભવન ખાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ સરકાર રચવા દાવો કરેશે.
તમને જણાવી દઈએ કે ધારસભ્ય દળના નેતાની પસંદગી એ એક ઔપચારિક પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠને નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિમંત્રી અર્જુન મુંડાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ જણાવામાં આવ્યું એમ કે આ પ્રક્રિયા ઔપચારિક રહેશે. ભાજપના દરેક ધારાસભ્ય ગૃહના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરી હતી.
આ પહેલાં સિનિયર નેતા કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલનના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જ્યાં તમામ ધારાસભ્યોએ તેમના પ્રસ્તાવને ટેકો આપ્યા હતો. હવે ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના નેતાઓ રાજ્યપાલ સમક્ષ ગુજરાતમાં સરકાર રચવાનો દાવો કરશે. અને ત્યાર બાદ મંત્રીમંડળની શપથવિધિ માટે સમય માગશે. ફરી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે શપથ લેશે.
આ અગાઉ શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનટની સામે રાજ્યાપાલને રાજીનામું આપ્યું હતું. આ પણ એક ઔપચારિક પ્રક્રિયા છે જ્યાં મુખ્યમંત્રીએ રાજીનામું આવવાનું રહે છે અને ત્યાર બાદ ધારાસભ્યની પસંદગીથી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા બાદ ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટીના નેતાઓ રાજ્યાલ પાસે ફરી સરકાર રચાવ માટે પરવાનગી માંગશે અને શપથવિધિ માટે પણ સમય માંગશે.