જીવન માં હસવું જરૂરી છે., અનિવાર્ય છે અને આરોગ્યપ્રદ છે.તેમ દુઃખ ના પ્રસંગો એ રડવું પણ એટલું જ જરૂરી છે. હા, રડીને બેસી રહેવાનું નથી.આપણાં ડૂમા અને ડૂસકાં ને ખાળવા પણ જરૂરી છે. જે વ્યકિત ખોટું ખોટું હસી ન શકતી હોય તે જ સાચું રડી શકે. હાસ્ય અને રૂદન બેઉ શરીર ને માટે જરૂરી છે. રડવાથી શરીરનાં ઝેરી ટોકસિન બહાર નીકળે છે. માનસિક તણાવ દૂર થાય છે. એમ ખૂલીને હસવાથી પણ ફાયદા છે. આજે ટેકનોલોજી ના યુગ માં વ્યકિત કદાચ સંવેદના પ્રત્યે (મૂક-બધિર) યંત્રવત્ બની જવાને લીધે ખૂલીને હસી કે રડી શકતો નથી.શહેર માં આ માટે હેલ્પી ક્રાઈંગ કલબ’ ની સ્થાપના પણ થઈ છે. “ તુમ ઈતના કયું મુસ્કુરા રહે હો, કયા ગમ હૈ જિસકો છૂપા રહે હો”.કયારેક વધુ હસતી વ્યકિત પોતાનાં દુઃખ ને છૂપાવતી હોય છે. કોઈપણ બાળક જન્મે છે ત્યારે તેનું રડવું સાહજિક ગણાય છે અથવા તેને પ્રયત્ન પૂર્વક રડાવવામાં આવેછે.જેથી એના શ્વાસોચ્છવાસ બરાબર થાય. શ્રી જયંત પાઠક ની એક પંક્તિ “ હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે “, દડદડ દડદડ દડી પડે ભૈ માણસ છે. કોઈ એમ કહે કે અમુક સમયે મને હસવું કે રડવું આવતું નથી. કદાચ હાસ્ય કલબ માં કૃત્રિમ રીતે હસતાં હસતાં સાચું હસવું આવી શકે.ફોરેનમાં તો વ્યકિત ના આઈ. કયુ(intelligent quotient) ની સાથે ઈ. કયુ પણ મપાય છે. (emotional quotient)પણ મપાય છે. “ રોતે- રોતે હસના શીખો, હસતે- હસતે રોના.”
સુરત – વૈશાલી જી શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
આધુનિક યુગ માં હાસ્ય એરહોસ્ટેસ સ્માઈલ પ્રકાર નું અને સાહજિક રડવું ઘટતાં જાય છે
By
Posted on