લો બોલો, ડાંગનાં ધારાસભ્યનાં ગામમાં લોકોને પાણી લેવા માટે 2 કિ.મી. દૂર જવું પડે છે

સાપુતારા : ચૂંટણી (election) પહેલા નેતાઓ ઘણા વચન આપતા હોય છે પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેઓ પોતાના આપોલા વચનો ભૂલી જાય છે. આવું જ થયું છે ડાંગ જિલ્લાના એક નાનકડા ગામમાં જ્યા લોકો પીવાના પાણીથી (water) વંચિત છે. ડાંગ (Dang) જિલ્લાનાં ધારાસભ્ય વિજય પટેલનાં ગામ હનવતચોંડ ગામનાં ઢુંઢુનિયા ફળિયામાં પાણી સમસ્યા હલ કરવા અંગે જાગૃત આદિવાસી એકતા સંગઠન (Jagrat Adivasi Ekta Sangathan) દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પાણીની સમસ્યા (water problem)હલ કરવા અંગે રજુઆત કરી હતી.

પીવાનાં પાણી ઉપરાંત પશુઓને પાણી અંગે પડતી મુશ્કેલીની સમસ્યા દૂર કરવા અધિક કલેક્ટરને રજુઆત
જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા આજરોજ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પાણીની સમસ્યા હલ કરવા અંગેની રજુઆત કરી હતી. ડાંગ જિલ્લાનાં 173 સીટનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલનાં ગામ હનવતચોંડનાં ઢુંઢુનિયા ફળિયામાં 10 ઘરોને પાણી અંગે મુશ્કેલી પડતા તેઓએ આવેદન આપ્યુ હતુ. તેઓએ જણાવ્યુ હતુ કે 1 વર્ષ પહેલા પાઇપલાઇન કરી ઘરે ઘરે નળ કનેક્શન કરવામાં આવ્યા હતા. પરંતુ નળમાં હજી સુધી પાણી આવ્યુ નથી. જેનાં કારણે લોકોને 2 કી. મી. દૂર પાણી લેવા માટે જવુ પડે છે. પીવાનાં પાણી ઉપરાંત પશુઓને પાણી અંગે પડતી મુશ્કેલી અંગેની સમસ્યા દૂર કરવા આવેદનપત્ર આપી અધિક કલેક્ટર ડાંગને રજુઆત કરી હતી.

4 દિવસથી પાણી માટે તરસ્યા જમાલપોરનાં રહીશોએ આખરે પાલિકા કચેરી પર હલ્લાબોલ કર્યો
નવસારી : જમાલપોરમાં (Jamalpore) નીલકંઠ એપાર્ટમેન્ટનું ખાળકુવાનું ગંદુ પાણી (sullage) બહાર આવતા પાલિકાએ (Municipality) પીવાનું અને વપરાશનું પાણી (water) આપવાનું બંધ કરી દેતા એપાર્ટમેન્ટના રહીશો પાલિકાએ મોરચો લઈ પહોચતા પાણી ચાલુ કરાવવાનું માંગ (Demand) કરી છે સાથે જ 4 દિવસ પાણી બંધ રહેતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ કચેરી ખાતે પહોંચી પાલિકાના વડાને લેખિતમાં રજૂઆત કરી હતી.

સ્થાનિકોઅ પાલિકા કચેરીના અધિકારીને લેખિતમાં રજૂઆત કરી
જમાલપોરમાં નીલકંઠ એપાર્ટમેન્ટનું ખાળકુવાનું ગંદુ પાણી બહાર નીકળી ક્રિષ્ના બંગ્લોઝના આવવા-જવાના રસ્તાઓ પર ભરાઈ રહેતું હતું. જેથી ક્રિષ્ના બંગ્લોઝના રહીશોએ ખાળકુવામાંથી બહાર આવતા પાણીને રોકવા માટેની માંગ કરી નવસારી-વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેથી નગરપાલિકાએ નીલકંઠ એપાર્ટમેન્ટનું પીવાનું અને વપરાશનું પાણી આપવાનું બંધ કરી દીધું હતું. છેલ્લા 4 દિવસથી પાલિકા દ્વારા પાણી આપવામાં નહીં આવતા નીલકંઠ એપાર્ટમેન્ટના રહીશો રોષે ભરાયા હતા. અને આજે એપાર્ટમેન્ટના રહીશો નગરપાલિકાએ મોરચો લઈ પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી પાણી ચાલુ કરવાની માંગ કરી છે.

Most Popular

To Top