આસામ: આસામમાં ભારે વરસાદને પગલે પુર આવવાથી ચારે બાજુ પાણી ફરી વળ્યા છે. પુરના પગલે જનજીવનને માઠી અસર પહોંચી છે. પુરનાં પગલે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. આ વચ્ચે પીવાના પાણીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પુરનાં કારણે પીવાનાં પાણીની કિમત એક લીટર પેટ્રોલથી પણ મોંઘી થઇ ગઈ છે. છતાં પુર વચ્ચે લોકો આટલું મોંઘુ પાણી પીવા મજબુર બન્યા છે.
એક પાણીની બોટલનો ભાવ 100થી 150 રૂપિયા
અહેવાલો મુજબ એક સ્થાનિકે 110 રૂપિયાના ભાવે બે પાણીની બોટલ ખરીદવી પડી હતી. તેમનું કહેવું છે કે પુરના પાણી ઘરમાં ઘુસી ગયા છે. તેઓ કમર સુધીના પાણીમાં એક કિલોમીટર ચાલીને પીવાનું પાણી ખરીદવા માટે ગયા હતાં. 20 રૂપિયાની પાણીની બોટલ 100 રૂપિયામાં તો કયાંક 150 રૂપિયામાં મળતી હતી. આસામમાં રવિવારે પણ પુરની સ્થિતિ ગંભીર બની હતી.
મિઝોરમ સ્થિત યુવા મંડળે 15 હજાર લિટર પાણી મોકલ્યું
મિઝોરમ સ્થિત યુવા મંડળે પૂરમાં ફસાયેલા આસામના લોકોને લગભગ 15,000 લિટર બોટલનું પાણી પૂરું પાડ્યું છે. સેન્ટ્રલ YMA પ્રમુખ આર લાલનાઘેટાએ આ પેકેજ્ડ પાણીની બોટલો વહન કરતા નવ વાહનોને લીલી ઝંડી બતાવી હતી. તમને જણાવી દઈએ કે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર શુક્રવાર સુધીમાં આસામના કુલ 28 જિલ્લામાં 33.03 લાખ લોકો પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં લોકો માટે આટલી મોંઘી પાણીની બોટલ લેવી મુશ્કેલ બની રહી છે.
મિઝોરમ આસામમાં પીવાનું પાણી મોકલશે
મુખ્યમંત્રીએ રવિવારે ટ્વિટ કર્યું ઉલ્લેખનીય છે કે મિઝોરમ સરકારે પૂર પ્રભાવિત આસામમાં પીવાનું પાણી આપવાનો નિર્ણય લીધો હતો અને સીએમ જોરામથાંગાએ પણ આ અંગે ટ્વિટ કર્યું હતું. મુખ્યમંત્રી ઝોરામથાંગાએ રવિવારે પૂરની સ્થિતિ અંગે તેમના આસામ સમકક્ષ હિમંતા બિસ્વા સરમા સાથે ફોન પર ચર્ચા કરી અને પડોશી રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી મોકલવાની યોજના બનાવી.
મુખ્યમંત્રીએ લીધી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત
રાજયમાં લગભગ 25 લાખ લોકો હજુ પણ પુરની ઝપટમાં છે. જો કે કેટલીક નદીઓમાં જળસ્તર ઘટી રહ્યા છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાએ દિવસ દરમિયાન પુરથી સૌથી વધુ અસરગ્રસ્ત કછાટ જિલ્લાના સિલચરની મુલાકાત લીધી હતી અને બરાક ઘાટી શહેરમાં પુરથી થયેલ નુકશાનની વિગત મેળવી હતી. છેલ્લા બે સપ્તાહથી પુર અને ભૂઅલનનો સામનો કરી રહેલા પુવોતર રાજયની 637 ચહત શિબિરામાં 2.33 લાખ લોકોએ શરણ લીધી છે. આસામમાં અલગ-અલગ વિસ્તારોમાં પુરના કારણે ચાર વધુ લોકોના મોત થયા છે, જેનાથી રાજયમાં આ વર્ષે પુર અને ભૂખલનથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 126 થઈ ગઈ છે.