વડોદરા: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર-2020માં લેવાયેલ નવા કોર્સની CA ફાઉન્ડેશન અને નવેમ્બર-2020 માં જુના અને નવા કોર્સની લેવાયેલ CA ઈન્ટરમિડયેટનું પરિણામ જાહેર કરાયું છે. CA ફાઉન્ડેશનમાં આ વર્ષે ટોપ-50 જાહેર કરાયા નથી. તેમજ ફાઉન્ડેશનનાં વિદ્યાર્થીઓએ ધો-12 પછી ઓનલાઈન એડમિશન લઈને સંપૂર્ણ તૈયારી ઓનલાઈન કરવા છતાં સફળતા મેળવી હતી. ઓલ ઇન્ડિયા લેવલ પર ટોપ-50માં વડોદરાના 2 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.
અંકુશ ચીરીમાર – 800/688
14 થી15 કલાક વાંચવું જોઈએ ત્યારે મેં રોજ વાંચવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે હું 8 કલાકજ વાંચન કરું છું. ત્યાર પછી મેં વધુ વાંચવાનું શરૂ કર્યું હતું. મને આગળ મુંબઈમાં આર્ટીકલ શિપ કરવાની ઈચ્છા છે. કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા સમયે આપણે બનાવેલી નોટ્સ કરતા તેની ટેક્સટબૂક વાંચવી જરૂરી છે ટેક્ષબૂક 20 વાર વાંચી છે.
સીમરન વિજયકુમાર 800/649
હું રોજના 11 થી12 કલાકની મહેનત કરતી હતી. તેમજ પરીક્ષા સમયે મારા ભાઈનું લગ્ન હોવા છતાં હું એ પરિસ્થિતિ માં પણ પરીક્ષામાં અને લગ્ન માં પણ ધ્યાન આપીને મહેનત કરતી હતી. નીરાશ થયા વગર હું મહેનત કરીને રેન્ક લાવી છું ત્યારે હું બીજા વિદ્યાર્થી ઓને કહીશ કે રોજ ની રોજ તૈયારી કરવી જરૂરી છે.
જેસિકા જૈન 800/612
હું રોજ 10 કલાકની મહેનત કરતી હતી. કોરોનાના સમયમાં પરીક્ષા ઘણીવાર કેન્સલ થઈ તેના કારણે મહેનત કરવામાં કંઈજ ખબર પડતી નતી તે છતાં નિષ્ફળતા થી ડર્યા વગર મેં મહેનત કરી હતી. અને આજનું આજેજ વાંચન કરવું એવી જ તૈયારી રાખવી જોઈએ. હું સાથે બીકોમ પણ કરી રહી છું ઓડિટ અને એકાઉન્ટ કરવાની ઈચ્છા છે.
ખુશી અગ્રવાલ
મારા પરિવારમાં બધાને કોરોના થયો હતો તેના કારણે 15 થી30 દિવસ બગડ્યા હતા હું ડિપ્રેશન માં પણ આવી ગઈ હતી મને પરીક્ષા આપવાનું મન જ નહોતું થતું. માતા પિતાને કહેવાથી પરીક્ષા આપી હતી હું ઘણી ડરી ગઈ હતી કે હું પાસ નહીં જ થાઉં આગળ મને સીએ ફાઇનલમાં પાસ થઈ આર્ટિકલ શિપ કરવાની ઈચ્છા છે.
વૈભવી રાણા
હું માસર ગામમાં રહુ છું. હું રોજ અહીં આર્ટિકલશિપ અને કલાસ માટે આવું છું. મારા પિતા લેબર વર્ક કરે છે અને માતા ગલ્લો ચલાવે છે મારુ માટીનું ઘર છે. મારા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી હું આગળ સીએ પાસ કરીને મારા માતા પિતા માટે અહીં ઘર બનનાવવાનું વિચારૂ છું. 14 કલાક વાંચન કરતી હતી.