ગોધરા: ગોધરાના ફાઇનાન્સ કંપની વેરા વસૂલીમાં રિઝર્વ બેંકના નિયમોનો ભંગ કરતા ચેક રીટર્ન થવાના કેસમાં ફરિયાદીને રૂપિયા પાંચ હજારનો દંડ અને આરોપીને રૂ ૧૦ હજાર વળતર પેટે ચૂકવી આપવા ગોધરા કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. ઘણીવાર આ સિક્યુરીટી પેટે લીધેલા કોરા ચેકો માં મન ફાવે તેવી મોટી ગેરકાયદેસરની રકમ ભરીને કર્જદારોને હેરાન કરીને કાયદાનો દુરુપયોગ કરવાનું પણ બનતું હોય છે.ભારતની રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ વસૂલી માટે ના નિયમો અને કાયદા બનાવવામાં આવેલા છે.
ગોધરા કોર્ટમાં ચાલી ગયેલા એક ચેક રિટર્ન કેસમાં રજૂ થયેલ પુરાવતી ફરિયાદી ફાઇનાન્સ કંપનીએ કરજદાર પાસે થી તદ્દન ગેરકાયદેસર રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ હોવાનું અને કદરનૂ વાહન જપ્ત કરીને વેચાણ કર્યા પછી પણ મોટી રકમ બાકી કાઢીને રિઝર્વ બેંકની ગાઇડલાઈનનો ભંગ કરેલ હોવાનું સામે આવતા અદાલતે ફાઇનાન્સ કંપની સામે લાલ આંખ કરીને ગોધરાની ફાઇનાન્સ કંપનીને રૂ પાંચ હજારનો દંડ ભરવા ને કર્જદારને રૂપિયા ૧૦ હજારનું વળતર ચુકવી આપવાનો હુકમ આપવામાં આવેલો છે.
ગોધરાની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડએ અરજદાર નયનાબેન મુકેશભાઈ બારીયા સામે ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ કરી હતી. પરંતુ કોર્ટમાં રજુ થયેલા પુરાવાઓથી કોર્ટ સમક્ષ ફરિયાદી ફાઇનાન્સ કંપનીએ કર્જદાર પાસેથી તદ્દન ગેરકાયદેસર રીતે દર મહિને ત્રણ ત્રણ ટકાનો ચક્રવૃદ્ધિ વ્યાજ લીધુ હતૂ.વાહન જપ્ત કરીને વેચાણ કર્યા પછી પણ મોટી રકમ કાઢીને ગેરકાયદેસર રિઝર્વ બેંકની ગાઇડ લાઇનનો ભંગ કર્યો હતો.કાયદેસરની લેણી રકમ કરતાં વધારે રકમ ચેક માં ભરીને અરજદારના સિક્યુરિટી ચેક નો દુરુપયોગ કર્યો હોવાનો કોર્ટના ધ્યાનમાં આવતા ગોધરા કોર્ટે ફરિયાદી સંસ્થા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડને વ્યાજ વસૂલી માટે રિઝર્વ બેન્કની ગાઇડલાઈનનો ભંગ કરવા બદલ રૂપિયા 5000 દંડ સરદાર નયનાબેન રૂપિયા 10,000 પેટે ચુકવી આપવાનો હુકમ
કર્યો છે.