National

તેલંગાણામાં રાહુલ ગાંધીએ પારંપરિક ‘બથુકમ્મા નૃત્ય’ કર્યું, છોકરાઓ સાથે દોડ લગાવી

તેલંગાણા: કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રાનો (Bharat Jodo Yatra) આજે 53મો દિવસ છે . કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે આજે તેલંગાણાના (Telangana) ગોલાપલ્લીથી (Golaplli) ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો . આ દરમિયાન રાહુલ ગાંધી સ્થાનિક લોકો સાથે પરંપરાગત ‘બથુકમ્મા ડાન્સ’ (Bathukamma Dance) કરતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, “આપણા આદિવાસીઓ આપણી કાલાતીત સંસ્કૃતિ અને વિવિધતાનો ભંડાર છે. કોમ્મુ કોયા આદિવાસી નર્તકો સાથે મેચિંગ સ્ટેપ્સનો આનંદ માણ્યો. તેમની કળા તેમના મૂલ્યોને વ્યક્ત કરે છે, જેમાંથી આપણે શીખવું જોઈએ અને સાચવવું જોઈએ.

રાહુલ ગાંધી પણ બાળકો જોડે દોડ્યા હતા
ગોલાપલ્લીમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પણ બાળકો જોડે દોડ્યા હતા. આ દરમિયાન રાજ્યના ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ તેમને સમર્થન આપ્યું હતું. આ પહેલા શનિવારે તેમણે તેલંગાણાના મહબૂબનગર શહેરના ધરમપુરથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી.  

પ્રવાસ ત્રણ દિવસ રોકાશે
તમને જણાવી દઈએ કે, ગત રવિવારે કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર બ્રેક લાગી હતી. કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાજ્યાભિષેક માટે રાહુલ ગાંધીને દિલ્હી જવું પડ્યું હતું, જેના કારણે યાત્રા ત્રણ દિવસ રોકી દેવામાં આવી હતી. ભારત જોડો યાત્રા 27 ઓક્ટોબરે ફરી શરૂ કરવામાં આવી હતી. 

તમિલ એક્ટ્રેસનો હાથ પકડતા ભાજપે રાહુલને ઘેરી લીધો, પૂનમે પણ આપ્યો જડબાતોડ જવાબ
હૈદરાબાદ: રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો યાત્રા’ ચાર દિવસથી તેલંગાણામાં પડાવ નાખી રહી છે. અહીં શનિવારે અભિનેત્રી પૂનમ કૌરે રાહુલ ગાંધી સાથે પદયાત્રા કરી હતી. આના પર કર્ણાટક બીજેપી નેતા પ્રીતિ ગાંધીએ રાહુલ ગાંધીની અભિનેત્રી પૂનમ કૌરનો હાથ પકડેલી તસવીર શેર કરી છે.

પ્રીત ગાંધીએ આ તસવીરમાં લખ્યું, ‘Following in the footsteps of my great grandfather!’ પ્રીતિ ગાંધીની પોસ્ટ બાદ વળતો પ્રહારનો સિલસિલો તેજ થયો. તો બીજી તરફ પૂનમ કૌરે પ્રીતિ ગાંધીને જવાબ આપતા લખ્યું કે તમે બિલકુલ અપમાન કરી રહ્યા છો, યાદ રાખો વડાપ્રધાન મહિલા શક્તિની વાત કરે છે. હું લપસી ગયો અને લગભગ પડી જવાની તૈયારીમાં હતો, એટલે સરે મારો હાથ પકડી લીધો. તેણે રાહુલ ગાંધી માટે લખ્યું, ‘આભાર સર’.

પૂનમ કૌરની પ્રતિક્રિયા બાદ પ્રીતિ ગાંધીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેના પર યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. કોંગ્રેસે પણ તેના પર નિશાન સાધ્યું અને એક મહિલા હોવાને કારણે તે અન્ય મહિલાની મજાક ઉડાવવી અને તેને બદનામ કરવા જેવા આરોપોથી ઘેરાઈ ગઈ.

Most Popular

To Top