વડોદરા: શહેરના તરસાલી વિસ્તારમાં અમીન ખડકીમાં 67 વર્ષીય વૃદ્ધાને તેમના જ ઘરમાંથી ભાડૂઆત તરીકે રહેતા હેમંત પટેલ ચાકુના 6-7 ઘા પેટમાં ઝિંકી નિર્દય રીતે મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. મકરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘટના સ્થળ પરથી બે લોકોને પૂછપરછ માટે લવાયા હતા. લાશનો કબજો મેળવીને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રોપર્ટીની લાલચમાં હત્યા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. દત્તક તરીકે અન્ય યુવકને લઇ લેતા હત્યારો છેલ્લા સમયથી ગુસ્સામાં હતો. મોબાઇલ લોકેશનના આધારે પોલીસે આરોપીને ઝડપી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં એકલા રહેતા હોય તેવા વૃદ્ધ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.. જેમાં એવી વિગત છે કે તરસાલી વિસ્તારમાં આવેલા તળાવ સામે અમીન ખડકીમાં 67 વર્ષીય વૃદ્ધ મહિલા સલોચનાબેન હસમુખભાઇ અમીન રહેતા હતા.તેમના બહેનનો પુત્ર નયમ વૃદ્ધા સાથે રહેતો હતો. દરમિયાન રવિવારે રાત્રીના સમયે નયન અમીન ગરબા રમવા માટે ગયો હતો ત્યારે ઘરમાં વૃદ્ધા એકલા હોય તેમના ઘરમાં ભાડે રહીને ગયેલો હેમંત નામનો શખ્સ આવ્યો હતો અને વૃદ્ધાને ઘરે આવ્યો હતો. મહિલાના પેટમાં ચાકુના 6-7 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ ફરાર થઇ ગયો હતો.
દરવાજો પણ બહારથી બંધ કરીને ગયો હતો. રાત્રીના નયન અમીન ગરબા રમીન ઘરે આવ્યા બાદ વૃદ્ધા સંબંધીને કહેતા તેઓએ નીચે આવીને દરવાજો ખોલીને તપાસ કરતા વૃૃદ્ધા લોહીથી બથબથ હાલતમાં પડેલા હતા. તેમના પેટના ભાગે ચાકુ જણાયા હતા. જેની જાણ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. પંચનામુ કરી લાશને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જો કે પોલીસે મહિલાને મોતને ઘાટ ઉતારના હત્યાર હેમંત પટેલને પાવાગઢના જંગલના માર્ગ પરતી ઝડપી પાડી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
હત્યા કર્યા બાદ હેમંત પટેલ પાવાગઢ ભાગી ગયો લોકેશનના આધારે જંગલ માર્ગ પરથી ઝડપાયો
મૃતક વૃદ્ધા સૂલોચના બહેનના મકાનમાં હેમંત અરવિંદ પટેલ છેલ્લા 14 વર્ષથી ભાડૂઆત તરીકે રહેતો હતો. વૃદ્ધા પાસે અવાર નવાર રૂપિયાની માગણી કરતો ત્યારે તેને રૂપિયા આપી દેતા હતા. જેથી હેમંતના બનેવીના બનેવીનું ઘર હોવા સાથે તેઓએ સંજયને વારસાદર બનાવતા ગુસ્સામાં હતો. દરમિયાન રવિવારેરાત્રીના સમયે વૃદ્ધા પાસે એક હજાર રૂપિયાની માગણી કરી હતી. જોકે નહી આપતા તેણે ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ હેમંત પોર, કરજણ બાદ પાવાગઢ જતો રહ્યો હતો પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરતા પાવાગઢ વિસ્તારનું બતાવતા પોલીસે ત્યાં પહોંચી જંગલના માર્ગ પરથી તેને ઝડપી પાડ્યો હતો. – જે એન પરમાર પીઆઇ મકરપુરા પોલીસ સ્ટેશન
વૃદ્ધા જમવા માટે તેમના બહેનના ઘરે રિક્ષામાં જતા હતા
દત્તક લીધેલો પુત્ર સંજય વિદેશમાં ગયા બાદ વૃદ્ધ મહિલા એકલા તેના બહેનના પુત્ર નયન અમીન સાથે રહેતા હતા. તેમના રહેવા સહિતના તમામ ખર્ચ પુત્ર સંજય વિદેશી મોકલતો હતો. જોકે જમવા માટે વૃદ્ધ મહિલા નયનની માતાના એટલે તેમના બહેનના ઘરે રિક્ષામાં આવ જા કરતા હતા.
વિદેશથી પુત્ર આવવાનો હોવાથી મૃતદેહને બુધવાર સુધી કોલ્ડ સ્ટોરેજમાં રખાશે
મૃતક વૃદ્ધ મહિલાએ દત્તક લીધેલો પુત્ર સંજય અમીન છ મહિના પહેલા વિદેશમાં ગયો હતો. જોકે વૃદ્ધાની હત્યા કરાયાની જાણ સંજયને કરવામાં આવી છે. જેથી તેને આવતા બે દિવસનો સમય થાય તેમ છે. જેથી વૃદ્ધાના મૃતદેહને બુધવારે સુધી એસએસજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે.
હત્યા કરાયાના 12-15 કલાક બાદ હત્યારો હેમંત પટેલ પોલીસ પકડમાં આવ્યો
શનિવારે મોડી રાત્રીના સમયે 11થી થી 5 વાગ્યા સુધીમાં ખૂની ખેલાયો હતો. વૃદ્ધાની હત્યા કર્યા બાદ આરોપી હેમંત નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે સ્થળ પરથી મળી આવેલા તેમના બહેનનો પુત્ર સહિત બે જણાને પૂછપરછ માટે લઇ ગઇ હતી. જેથી હત્યા કર્યાના કલાકો સુધી હત્યારો બિન્દાસ્ત રીતે બહાર ફરતો રહ્યો હતો ઘટના બન્યાના 12 કલાક પોલીસે તેને દબોચી લીધો હતો.