SURAT

સુરત: પરિણીતા શાકભાજી લેવા ગઈ અને પૂર્વ પ્રેમીએ હાથ પકડી જાહેરમાં આવી હરકત કરી

સુરત: લિંબાયત ખાતે પખવાડિયા અગાઉ પિયરમાં આવેલી પરિણીતાની બે દિવસ પહેલાં તેના પૂર્વ પ્રેમીએ છેડતી કરી હતી. પરિણીતા શાકભાજી લેવા ગઈ ત્યારે પૂર્વ પ્રેમીએ તેને સોસાયટીના નાકે રોકી તું મારી સાથે વાત કેમ કરતી નથી? કહી હાથ પકડી પાલવ ખેંચી છાતી પર હાથ ફેરવ્યો હતો.

  • પરિણીતા પખવાડિયા પહેલા જ તેના પિયર રહેવા માટે આવી હતી
  • ‘તું મારી સાથે વાત કેમ કરતી નથી?’ કહી હાથ પકડી પાલવ ખેંચી છાતી પર હાથ ફેરવ્યો
  • પૂર્વ પ્રેમીને જાણ થતાં રોજ ઘર બહાર આંટાફેરા મારી પીછો કરતો હતો

લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતી 20 વર્ષીય મિતાલી (નામ બદલ્યું છે) મૂળ મહારાષ્ટ્રની વતની છે. મિતાલીનાં લગ્ન સવા વર્ષ અગાઉ વતનમાં રહેતા અને મચ્છી વેચતા યુવાન સાથે થયાં હતાં. મિતાલી પખવાડિયા અગાઉ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા પિતાના ઘરે રહેવા આવી હતી.

મિતાલીને લગ્ન પહેલાં મહોલ્લામાં રહેતા વિજય રાજુભાઈ કોળી સાથે પ્રેમસંબંધ હતો. જો કે, લગ્ન બાદ તેણે રાજુને સંપર્ક રાખવાની ના પાડી દીધી હતી. છતાં રાજુ સંપર્ક રાખવા પ્રયત્ન કરતો હતો. મિતાલી સુરત આવી છે તેવી જાણ થતાં રાજુ મિતાલી ઘરેથી નીકળે ત્યારે તેનો પીછો કરતો હતો. પરંતુ મિતાલી તેને મચક આપતી નહોતી.

બે દિવસ પહેલાં સાંજે મિતાલી મદનપુરા શાક માર્કેટમાં શાકભાજી લેવા ગઈ હતી. ત્યારે સોસાયટીના નાકે વિજયે તેને રોકી તું મારી સાથે વાત કેમ કરતી નથી કહી હાથ પકડી પાલવ ખેંચી છાતી પર હાથ ફેરવ્યો હતો. મિતાલીએ પ્રતિકાર કરી બૂમો પાડતાં લોકોની ભીડ ભેગી થતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે મિતાલીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બે દિવસ પહેલાં લિંબાયતમાં ટપોરીએ ફ્લાઈંગ કિસ આપી પરિણીતાની છેડતી કરી હતી
બે દિવસ અગાઉ પણ લિંબાયતમાં પરિણીતાની છેડતીની ઘટના બની હતી. ડિંડોલીના કરાડવા રોડ પર રહેતી 25 વર્ષીય મીતાબેન (નામ બદલ્યું છે)ના સાસુ સસરા સાથે લિંબાયત ખાતે રહે છે. ગત 18મી જુને સાંજે મીતાબેન પતિ સાથે લિંબાયત મદનપુરા શાકમાર્કેટમાં આવી હતી. શાકભાજી લઈને ઘરે જતી વખતે લિંબાયત સંગમબેંડ સર્કલ પાસે પહોંચી ત્યારે બે જણાં તેમની પાસેથી ચાલતા પસાર થયા હતા.

આ બંનેએ મીતાબેનને જોઈને આંખોથી તથા હાથથી ગંદા ઇશારા કર્યાં હતાં. મીતાબેને બંનેને નજર અંદાજ કર્યા તો તેમને બુમ પાડીને ઇધર દેખો ઓર ઇધર આઓ તેવી કમેન્ટ કરી હતી. મીતાબેને તેમની તરફ જોયું તો બંનેએ તેમને ફ્લાઈંગ કીસ આપી હતી. જેથી મીતાબેને પતિને કહેતા તેમણે બાઈક ઉભી રાખી હતી. બાઈક ઉભી રાખતા તે બંને નજીક આવ્યા જે પૈકી એક સમાધાન ગાવઠી અને બીજો ગુલામ મુસ્તુફા હતો.

આ બંનેને ઘણી વખત શાકમાર્કેટ પાસે જોયા હોવાથી તેમના નામથી ઓળખતી હતી. આ બંનેને મીતાબેન અને તેમના પતિએ આ રીતે આવતી જતી સ્ત્રીઓની મશ્કરી કેમ કરો છો તેવું કહ્યું હતું. આવું કહેતાં બંને જણાંએ મીતાબેનનો દુપટ્ટો ખેચી લીધો હતો અને ગુલામ મુસ્તુફાએ છાતી પર હાથ ફેરવી છેડતી કરી હતી જ્યારે સમાધાને હાથ પકડી લીધો હતો. એટલું જ નહીં બંનેએ મીતાબેનના પતિને માર મારી સમાધાને ચપ્પુ કાઢીને તુમ લોગ હમકો પહેચાનતે નહીં તેમ કહ્યું હતું.

Most Popular

To Top