SURAT

સુરતના આ વાયરલ વીડિયોએ વાલીઓનો જીવ અદ્ધર કર્યો, ડ્રાઈવરે સ્કૂલ રિક્ષાનું સ્ટીયરીંગ વિદ્યાર્થીને પકડાવી દીધું

સુરતઃ સુરતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કંઈક એવું છે જે જોઈને પોતાના બાળકોને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓના જીવ અદ્ધર થઈ ગયા છે.

  • સુરતમાં સ્કૂલ રિક્ષાચાલકનું કારસ્તાન
  • વિદ્યાર્થીને રિક્ષા ચલાવવા સોંપી
  • વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુક્યો
  • વીડિયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન
  • વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ

વાત જાણે એમ છે કે બે દિવસથી સુરતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સ્કૂલ રિક્ષા દોડી રહી છે. રિક્ષામાં કોઈક સ્કૂલનો યુનિફોર્મ પહેરેલા વિદ્યાર્થીઓ બેઠાં છે. આશ્ચર્ય અને આઘાત પમાડનારી વાત એ છે કે રિક્ષા એક વિદ્યાર્થી ચલાવી રહ્યો છે. હા, રિક્ષા ચાલકે રિક્ષાનું સ્ટીયરીંગ એક સગીર વયના વિદ્યાર્થીને પકડાવી દીધું હતું. આ રીતે રિક્ષા ચાલકે રિક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા હતા. આ વીડિયો વાયરલ થતા જ વાલીઓ ટેન્શનમાં આવી ગયા હતા.

વીડિયોમાં વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રીક્ષા ચલાવતા દેખાયો હતો. કથિત રીતે સમગ્ર વીડિયો ડિંડોલી વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયો સાશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ સવાલ ઉઠાવ્યા છે. લોકો કહી રહ્યા છે કે, પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં રીક્ષામાં મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડાય છે. સાથે જ આ પ્રકારે વિદ્યાર્થીઓને લઈ જવા કેટલું હિતાવહ છે.

Most Popular

To Top