કામરેજ: ખોલવડના (Kholwad) સ્ટાર પવિત્ર નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના ઘરમાં વરાછા (Varachha) ખાતે રહેતો શખ્સ તલવાર (Sword) લઈ આવી પરિવારને ગાળો આપી તમારો પુત્ર રૂપિયા આપતો નથી એવી ધમકી (Threat) આપતાં પોલીસને (Police) જાણ કરતાં શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
- વરાછાના શખ્સે તલવાર બતાવી ખોલવડના પરિવારને ધમકી આપી
મૂળ જૂનાગઢના વેરાવળના રહેવાસી અને હાલ સુરતના ખોલવડ ગામે સ્ટાર પવિત્ર નગરીમાં મકાન નં.જી-1માં ફ્લેટ નં.101માં હિના પ્રફુલ પટેલિયા રહે છે. 10 વર્ષ અગાઉ વરાછા ચીકુવાડી ખાતે રહેતા હતા ત્યારે પુત્ર જયનો મિત્ર મનોજસિંહ વિજયસિંહ ભદોરિયા (રહે.,નવદુર્ગા સોસાયટી, મકાન નં.6, ચોપાટીની બાજુમાં) રહેતો હતો. મંગળવારે રાત્રિના 9 કલાકે મનોજસિંહ હાથમાં તલવાર લઈ અચાનક ઘરમાં આવી ગાળો બોલી અને કહેવા લાગ્યો કે તારો દીકરો જય ક્યાં છે? તેમ કહેતાં હિનાબેન ડરી જતાં ઘરે નથી અને કામ અર્થે બહાર ગયો છે તેમ કહેતાં આજે તેને મારી નાંખવાનો છે. મારા પૈસા કેમ આપતો નથી અને તેને તમે કેમ છુપાવો છો તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. જોરથી બોલતાં આજુબાજુ રહેતા લોકો ભેગા થઈ ગયા હતા. હિનાબેનના પતિએ પોલીસને જાણ કરતાં તુરંત જ પોલીસ આવીને મનોજસિંહને લઈ ગઈ હતી. કામરેજ પોલીસમથકમાં મનોજસિંહ સામે હિનાબેને ફરિયાદ નોંધાવી હતી.
કેવડીમાં કમ્પાઉન્ડમાં કચરો ફેંકવા ના કહેતાં યુવકને માર મરાયો
સુરત: ઉમરપાડા તાલુકાના કેવડી ગામે કમ્પાઉન્ડમાં કચરો નહીં ફેંકવાનું કહેવા ગયેલા યુવકને ભરવાડ ઇસમે ઉશ્કેરાઈ જઈ જાતિવિષયક અપશબ્દો બોલી ગાળો આપી છાતીમાં લાત મારતાં યુવકે ઉમરપાડા પોલીસમથકમાં ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
કેવડી ગામે જિતેન્દ્ર નવીન વસાવા રહે છે. તેમના કમ્પાઉન્ડની બાજુમાં મેરા રામજી ભરવાડે શોપિંગ બનાવ્યું છે. અને ભાડેથી તેમણે અન્ય ભાડુઆતોને ધંધો કરવા માટે જગ્યા આપી છે. આથી ભાડુઆતો દ્વારા જિતેન્દ્રભાઈના કમ્પાઉન્ડમાં કચરો ફેંકવામાં આવતો હતો. આ બાબતે જિતેન્દ્રભાઈ મેરાભાઇની ઓફિસે ભાડુઆતો કચરો ફેંકતા હોવાનું કહેવા ગયા હતા. ત્યારે મેરાભાઇ ઉશ્કેરાઈ ગયો હતો અને જિતેન્દ્રને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કરી ગાળો આપી હતી તેમજ ઢીકામુક્કીનો માર મારી છાતીમાં લાત મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે જિતેન્દ્રભાઈએ બૂમાબૂમ કરતાં મેરા ભરવાડ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ જિતેન્દ્રભાઈએ ઉમરપાડા સરકારી દવાખાને સારવાર કરાવી મેરા રામજી ભરવાડ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ઉમરપાડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.