સુરત: કળિયુગમાં બાપ-દીકરીના સંબંધો પણ પવિત્ર રહ્યાં નથી. સુરતમાં (Surat) એક સગા બાપે પોતાની યુવાન દીકરીની છાતી પર હાથ ફેરવી અડપલાં કરી છેડતી કરી હોવાનો બનાવ બન્યો (Father Molested Daughter) છે. દીકરીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે નિર્લજ્જ બાપે લાજવાના બદલે ગાજ્યો હતો અને ગાળાગાળી કરી હતી. આ મામલે દીકરીએ ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.
- સુરતના પાંડેસરાની ઘટના: રાત્રે ઊંઘતી યુવાન દીકરીની છાતી પર સગા બાપે હાથ ફેરવ્યો
- દીકરીએ બૂમાબૂમ કરી વિરોધ નોંધાવ્યો તો ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી
- હવસખોર બેશરમ બાપ વિરુદ્ધ દીકરીએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી
પાંડેસરાના શિવાજીનગરમાં રહેતી 20 વર્ષીય યુવતીએ પોતાના 50 વર્ષીય પિતા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસને ક્યું કે, પોતે પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે. માતા ઘરકામ કરે છે અને પિતા મજૂરીકામ કરે છે. મોટી બહેનના લગ્ન થઈ ગયા છે, જ્યારે યુવતી પોતે અને તેનો નાનો ભાઈ નોકરી કરીને ઘરમાં મદદરૂપ થાય છે. યુવતીએ કહ્યું કે, માતા-પિતા, તે અને તેનો નાનો ભાઈ ભાડાના મકાનમાં રહે છે. તે મકાન નાનું હોય ચારેય જણા નાનકડા રૂમમાં ઊંઘે છે. પોતે નાના ભાઈ સાથે પલંગ પર ઉંઘે છે અને માતા-પિતા જમીન પર ગાદલું પાથરી ઊંઘે છે. ગઈ તા. 15મી જાન્યુઆરીની રાત્રિના આશરે 2 વાગ્યે પિતા ભરત જાદવ પલંગ નીચેથી તેણીના છાતી તથા ગળાના ભાગે હાથ ફેરવવા લાગ્યા હતા. પિતાની હરકતથી પોતે ગભરાઈ ગઈ હતી અને પિતાનો હાથ ઝાટકી તેમને દૂર જતા રહેવા કહ્યું હતું.
બીજા દિવસે તા. 16 જાન્યુઆરીની રાત્રે 1 વાગ્યાના અરસામાં ફરી પિતાએ બેશરમ હરકત દોહરાવી હતી. આ વખતે યુવતીએ પિતાનો હાથ ઝાટકીને બૂમાબૂમ કરી મુકી હતી. તેથી માતા અને ભાઈ પણ જાગી ગયા હતા અને પરિવારમાં ઝઘડો થયો હતો, ત્યારે બેશરમ પિતા લાજવાના બદલે ગાજ્યા હતા અને ગાળા ગાળી કરી હતી. નાના ભાઈએ ઘરની બહાર જતા રહેવાનું કહેતા પિતાએ તેની સાથે મારામારી કરી હતી. તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે સવારે યુવતીએ પાંડેસરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.