સુરત: તમામ પ્રકારના વાહનો પર HSRP નંબર પ્લેટ લગાવવાની જવાબદારી RTO પાસેથી જવાબદારી લઈ ખાનગી ડીલરોને હવાલે કરવાનો સરકારનો નિર્ણય વાહન માલિકોને ભારે પડી રહ્યોં છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રીના શહેરમાં મોટસાયકલ પર નંબર પ્લેટ લાગવવાનો અગાઉ દર 160 રૂપિયા હતી એને બદલે હવે 478 રૂપિયા વસુલવામાં આવી રહ્યાં છે, કારના 460 ને બદલે 771 અને ટ્રકની નંબર પ્લેટનાં 480 નાં 802 રૂપિયા વસુલવાનું શરૂ એ ગ્રાહકોને લૂટવાનું શરૂ કર્યું.
- વાહન વ્યવહાર મંત્રીના શહેરમાં જ ઓટો ડિલર્સે ગ્રાહકોને લૂંટવાનું શરૂ કર્યું
- ટુવ્હીલરની નંબર પ્લેટના 160 ને બદલે 478, કારના 460 ને બદલે 771 અને ટ્રકની નંબર પ્લેટનાં 480 નાં 802 રૂપિયા વસુલવાનું શરૂ
સુરતમાં ગણતરીના ડિલરોનાં હાથમાં હજારો નંબર પ્લેટ લગાવવાની સત્તા આવી જતાં જાણે સહિયારી લૂંટ શરૂ થઈ હિય એમ ગ્રાહકો પાસે અગાઉ કરતા વધુ નાણાં વસુલવામાં આવી રહ્યાં છે. સાચો દર કયો એનો ઉત્તર હવે આરટીઓ અધિકારી પાસે પણ નથી. કારણકે એમને આ ફરજમાંથી મુક્ત કરી દેવાયા છે.
ઇજા એક પગે થઈ હોય તો બીજા પગનું પણ ઓપરેશન ફરજિયાત જેવો વિચિત્ર નિયમ
પહેલા ફક્ત એક નંબર પ્લેટ તૂટી ગઈ હોય તો એક પ્લેટ નો ચાર્જ ભરી ને નવી બનાવી શકતા હતા એવું ઓપ્શન આવતું હતું. પણ હવે ફરજિયાત બંને પ્લેટ બનાવવી પડે છે. એને કારણે મટીરીયલ અને અને રૂપિયાનો પણ બગાડ થાય છે. અને બિનજરૂરી વ્યય થઈ રહ્યો છે. જે ગામ માં ડીલરશિપ ના હોય એવા વાહનો ને પ્લેટ લગાવવા માટે બીજા સિટીમાં પ્લેટ લગાવવા માટે જવું પડે અને બિનજરૂરી પેટ્રોલ અને સમય નો વ્યય થઈ રહ્યો છે.
આરટીઓની જગ્યા ડિલરોને નંબર પ્લેટ લગાડવાની કાર્યવાહી સોપાતા જ શહેરીજનો અને ગામવાસીઓને તકલી ફ પડી રહી છે. આરટીઓમાં ફરી નંબર પ્લેટ લગાડવાની કાર્યવાહી શરૂ થાય તે માટે વાહન ચાલકો આરટીઓ સમક્ષ માંગ કરી રહ્યાં છે.