SURAT

સુરતમાં વિધર્મી યુવકે હિન્દુ યુવતીનું જીવવું હરામ કરી દીધું, બાથરૂમ જાય તો પણ પીછો કરતો…

સુરત : સુરતમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો લાલગેટ પોલીસ મથકે પહોચ્યો છે. લાલગેટ પોલીસે ફરિયાદ લઇને યુસુફ જમાલખાન (ઉ. વર્ષ 20, રહે. બોમ્બેવાલા બિલ્ડીંગ ,હોડી બંગલા) સામે છેડતી, ધમકી અને એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે યુસુફખાનની ધરપકડ કરી હોવાની વિગત જાણવા મળી છે.

યુવતીને છેલ્લા 3 મહિનાથી વિધર્મી હેરાન પરેશાન કરતો હતો
વેડરોડ ખાતે રહેતી વીસ વર્ષીય યુવતી અને વિધર્મી યુવાન યુસુફ લાલગેટની દવા એજન્સીમાં સાથે કામ કરતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આ યુવાન યુવતીને હદપાર હેરાન કરતો હતો. યુવતી બાથરૂમમાં જાય તો ત્યાં પણ તે પીછો કરતો હતો. વિધર્મી યુવક દ્વારા યુવતીને ધમકાવતો હતો કે ‘તેરે કો પ્રોબ્લમ કયા હૈ, તું હા કયોં નહીં’ કરતી એમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી વારંવાર આપતો હતો. એસીપી એમડી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ યુવાનના ત્રાસથી યુવતીએ નોકરી છોડી દીધી હતી. અલબત પરિવારજન આગળ આવતા યુસુફ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ઇન્સ્ટા પર હિન્દુ દેવી દેવતાઓ માટે અભદ્ર ટીપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ
સુરત : સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ દેવી દેવતા વિશે એલફેલ ગાળો અને અભદ્ર ટીપ્પણી બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ફેનિલ હરીશ દુધવાળા (રહે.,શેતરંજી વાડ, મહિધરપુરા) દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની કોશિશ કરવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

તેમાં ઇન્સટાગ્રામની 3 જેટલી વિવિધ આઇડી ડીઝેડ ડીઝેડ ડીઝેડ અને કંચન 65 નામની આઇડીમાંથી અજાણ્યા ઇસમ દ્વારા હિન્દુ દેવી દેવતા અને હિન્દુઓની લાગણી ઉશ્કેરતી વાતો કરવામાં આવી છે. આ ઉપરાંત ગંદા ફોટા મૂકવામાં આવ્યા છે. સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા આ મામલે આઇટી એકટ 67 અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top