ભરૂચ: દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લૂંટારાઓએ જંબુસર તાલુકાના સારોદ ગામના એક યુવકને ગોળી મારી નિર્મમ હત્યા કરવાની ઘટના બની છે. મોતને ભેટેલો સાહિલ મુન્શી રમઝાન મહિનામાં રોઝા પાળતો હતો. સાહિલ મુન્શીને 7 વર્ષની માસુમ દીકરી અને 3 વર્ષનો દીકરો છે. સમગ્ર બનાવના પગલે સારોદ ગામમાં શોકાતુરનો માહોલ છવાઈ ગયો છે.
- મોતને ભેટેલો સાહિલ મુન્શીએ રમઝાન મહિનામાં રોઝા પાળતો હતો
- સાત વર્ષની માસુમ દીકરી અને ત્રણ વર્ષનો દીકરો અનાથ થયા
જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુન્શી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવીને સ્થાયી થયા હતા. જો કે સાઉથ આફ્રિકામાં ઘણી વખત ભારતીયને કોઈપણ પ્રકારે નિર્મમ હત્યાથી સલામતીનો પ્રશ્ન પેચીદો બની ગયો છે .હાલમાં પણ ભરૂચ જિલ્લાના સારોદના યુવકની હત્યાનો કિસ્સો બન્યો છે.
દક્ષિણ આફ્રિકામાં સાહિલ અબ્દુલ અજીજ મુન્શી જોબ પરથી છૂટીને પરત ગાડીમાં તેના નિવાસસ્થાને જઈ રહ્યો હતો. ત્યારે નીગ્રો જાતિના લોકોએ સાહિલને લુંટ કરવા રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકોથી બચીને આગળ જવાનો પ્રયાસ કરતા સાહિલને નીગ્રો લૂંટારાઓએ ગોળી મારી હતી. લોહી લુહાણ હાલતમાં પણ સાહિલ મુન્શીએ હિંમત રાખીને ગાડી ચલાવીને આગળ સુધી લઇ ગયા હતા. જો કે નીગ્રો લૂંટારાઓએ તેનો પીછો કરી દુર જઈને ગાડી ઉપર 6થી 7 ગોળીઓ મારતા સાહિલ મુન્શીનું કરૂણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ તેના માદરે વતન સારોદ ગામે ફેલાતા શોકની લાગણી સર્જાઈ છે.
ઉલ્લેખનીય એ છે કે ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા મોટે ભાગે દક્ષિણ આફ્રિકામાં જાય છે. જો કે ગુજરાતી આશાસ્પદ યુવાનોને નીગ્રો જાતિના લોકો લુંટ માટે ટાર્ગેટ કરીને મોતના શરણે ધકેલી દેતા હોય છે. જેને લઈને આવા પરિવારો પર આફત આવી પડે છે