દાહોદ/ કાલોલ: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ધોરણ-૧૦ અને ૧૨ પછી ધોરણ- ૯ અને ૧૧ ના વર્ગોમાં શિક્ષણકાર્ય ની મંજૂરી અપાઇ છે. ત્યારે કાલોલ તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં આજથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૭ અને ૮ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં ધોરણ ૬ થી ૮માં કુલ ૧,૧૭,૨૩૯ વિદ્યાર્થીઓ છે. આજે પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી હતી.
બીજી બાજુ વાલીઓના સંમતિપત્રક સાથે શાળામાં આવતા બાળકો આનંદ અનુભવી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓને પૂછતાં તેમણે એક જ સૂરમાં જણાવ્યું હતું કે ઓનલાઇન શિક્ષણમાં ભણવાનો કોઈ ચાન્સ મળતો નહોતો પરંતુ હવેથી શાળાના વર્ગમાં બેસી ભણવાનું ઘણું ગમે છે.
કાલોલ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યો તથા શિક્ષક મિત્રોએ વાલીઓનો સંપર્ક કરી વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આવનાર દિવસોમાં બાળકો ફરી શાળાઓમાં જાેડાશે.