રાજસ્થાન: રાજસ્થાનના (Rajasthan) કોટા (Kota) જિલ્લામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં વરઘોડો લઈ જતી કાર (car) કોટાના નયાપુરાના પુલિયા પરથી બેકાબૂ થઈને ચંબલ (Chambal) નદીમાં (River) પડી ગઈ હતી. આ અકસ્માતમાં (accident) 9 લોકોના કરૂણ મોત (death) થયા હતા.ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.મળતી માહિતી મુજબ કારમાં હાજર લોકોનું નામ જણાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં વરરાજાનો પણ સમાવેશ થાય છે. કારના બેકાબૂ થવાના ઘણા કારણો સામે આવી રહ્યા છે, જેમાં નશામાં ડ્રાઇવિંગના કારણે પણ અકસ્માત થયો હોવાનું જાણવામાં મળી રહ્યું છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વાહનને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે.
કારમાં સવાર કુલ નવ લોકોના મોત થયા
મળતી માહિતી અનુસાર, વરરાજાના પક્ષના લોકો સવારે 5.30 વાગ્યે સવાઈ માધોપુરથી નીકળીને ઉજ્જૈન (મધ્યપ્રદેશ) જાન લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર કોટાના નયાપુરા પુલિયા પરથી ચંબલ નદીમાં પડી હતી. કારમાં બેઠેલા લોકોએ કાચ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ માત્ર એક કાચ જ ખોલી શક્યો, જેના કારણે કારમાં સવાર 7 લોકોના મોત થયા, બાકીના 2 લોકોની લાશ નદીમાં દૂર સુધી વહી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. સવારે સ્થાનિક લોકોએ કારને જોઈને પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ જ રાહત કાર્ય શરૂ થઈ શક્યું હતું.
તરવૈયાઓએ અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢ્યા છે, પોલીસ ટીમ હજુ પણ તપાસ કરી રહી છે કે કારમાં અન્ય કોઈ હતું કે કેમ. તમામ મૃતદેહોને એમબીએસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કાર અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું હતું અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી, તેમણે પ્રશાસનને પણ તમામ મદદ પૂરી પાડવા માટે સૂચના આપી છે.
મધ્યપ્રદેશમાં પણ લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ: વરઘોડો લઈ જનારા વરરાજાનું માર્ગ અકસ્માતમાં મોત
મધ્યપ્રદેશના ધારમાં પણ ગત રોજ શનિવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક વરરાજાનું મોત નિપજ્યું છે. થોડા કલાકો બાદ તેના લગ્ન થવાના હતા. વરઘોડો લઈ જનારા વરરાજાનું અકસ્માતની જાણ દુલ્હન પક્ષને ન થતાં તેઓ જાનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમની પાસે જાન તો ન પહોંચી પણ અકસ્માતના સમાચાર પહોંચ્યાં. આ દૂર્ઘટના ધારના ફુલગાંવડી પાસે બની હતી. ડ્રાઈવરને ઝોકું આવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત વરરાજાને ઈન્દોર રેફર કરવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ વરરાજાએ દમ તોડ્યો હતો.