સુરતઃ સુરતના ઘોડદોડ રોડ, ડુમસ રોડ, પીપલોદ સિટીલાઈટ જેવા પોશ એરિયા હવે દેહવેપારના (Sex Racket) કેન્દ્ર બની ગયા હોય તેવું લાગે છે. અહીંના કેટલાય એપાર્ટમેન્ટ્સ આ કામ માટે બદનામ છે. છતાંય આસપાસના લોકોની આંખ ઉઘડતી નથી અને લોકો આરામથી દુકાન કે ફ્લેટ્સ ભાડે (Rent) આપી દેતા હોય છે. હવે ઉમરા પોલીસે પીપલોદ ખાતે ચાંદનીચોક એપાર્ટમેન્ટમાં ઓર્ચિડ સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ ઝડપી પાડ્યું છે.
ઉમરા પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમિયાન પીપલોદ ચાંદનીચોક એપાર્ટમેન્ટમાં ઓર્ચિડ નામની દુકાનમાં સ્પા માલીક સ્પાની આડમાં કુટણખાનુ ચલાવતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડનું આયોજન કર્યૂં હતું. રેઈડ કરતા કાઉન્ટર પાસે એક મહિલા અને એક પુરૂષો બેસેલા હતા. અંદર 5 રૂમ બનાવેલી હતી. બાદમાં પોલીસે કાઉન્ટ ઉપર બેસેલા વ્યક્તિનું નામ પુછતા મોમહદ સિપ્ટેન શાબીર હુસૈન લોટીવાલા (ઉ.વ.24, રહે. મોમનાવાડ, સલાબતપુરા) હોવાનું જણાવ્યું હતું. અને પોતે સ્પામાં મેનેજર તરીકે નોકરી કરે છે.
હાજર મહિલાનું નામ પુછતા પોતે રૂક્સાર ઉર્ફે રીયા મુસ્તકીમ રાજપુત ચૌહાણ (ઉ.વ.25, રહે. સુમનસાગર, વેસુ) હોવાનું અને સ્પાનું સંચાલન કરતી હોવાનું જણાવ્યું હતું. આ સ્પાનો માલીક ભગવાન ઉર્ફે રાહુલ ત્રીનાથ બહેરા (એમએસમી આવાસ, અલથાણ) હોવાનું જણાવ્યું હતું. અંદર એક લલના સાથે શરીર સુખ માનવા આવેલો અક્ષત શાહ (ઉ.વ.23, ધંધો.અભ્યાસ, રહે. વેસુ કેનાલ રોડ) મળી આવ્યો હતો. પોલીસે સ્પા સંચાલક અને મેનેજરની ધરપકડ કરી સ્પા માલીકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉમરા પોલીસના હદ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના અનેકોવાર પકડાઈ ચૂક્યા છે. ગયા મહિને સિટીલાઇટ વિસ્તાર ખાતે આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સમાં ભાડાની દુકાન રાખી મસાજ પાર્લરની આડમાં કુટણખાનું ચલાવાતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને લઈને ઉમરા પોલીસે ગુરુવારે સાંજે એક ડમી ગ્રાહકને આ સ્થળે મોકલ્યો હતો. જેમા જાણવા મળ્યું હતું કે મનીષા બે યુવતીઓ પાસે વૈશ્યાવૃતિ કરાવતી હતી. મસાજ પાર્લરની આડમાં ચાલતું સેક્સ રેકેટ પોલીસે ઝડપી પાડ્યું હતું. પોલીસને મળતી માહિતી મુજબ મનીષા ગ્રાહકો પાસેથી 1 હજાર રૂપિયા લેતી હતી અને તેમાંથી અમુક રૂપિયા યુવતીને આપતી હતી. સ્પાની સંચાલિકા મનીષા સુરેશ મરાઠા ઉમિયાનગર-1, પરવટગામ ખાતે રહેતી હોવાનું માલૂમ પડ્યું છે. પોલીસે અહીં રેડ કરી બે યુવતીઓને મુક્ત કરાવી હતી.
તે પહેલાં ઉમરા પોલીસની હદમાં ચાલતું સ્પા પોલીસની એએચટીયુ ટીમ દ્વારા રેડ કરી પકડી પાડવામાં આવ્યું હતું. તેમાં ઘોડદોડ રોડ, ત્રિભુવન કોમ્પ્લેક્સ, પહેલા માળે, દુકાન નં.125 પર દરોડા કરવામાં આવ્યા હતા. આ દરોડા કાર્યવાહીમાં દુકાનમાલિક મનોજ અનિલ જોશી દુકાન ભાડેથી રાખનાર લાલજીભાઇ ભીમજીભાઇ હડિયા તથા સ્પાના માલિક સોહેલ નામના ઇસમ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં લલનાઓ રાખી સ્પા અને મસાજના નામે ગ્રાહકો પાસેથી રૂપિયા લઇ શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી. દરમિયાન રેઇડ કરતાં સંચાલક રિંકુ ઉર્ફે રોકી જગદીશ શાહુ અને ગ્રાહક રમેશ બેરાનાઓ મળી કુલ 11300 રૂપિયાની મત્તા સીઝ કરવામાં આવી હતી. દરમિયાન મનોજ અનિલ જોશી અને લાલજી હડિયાને પોલીસ દ્વારા વોન્ટેડ ઘોષિત કરવામાં આવ્યા છે.