પાટણ: પાટણના (Patan) વેરઈ ચકલા વિસ્તારમાં આજે સવારે ભરબજારમાં ખૂની ખેલ રમાયો હતો. જેમાં સગા મામાના છોકરાએ જ ફોઈના છોકરાને મોતને ઘાટ ઉતાર્યો હતો. ભરબજારે મામાના છોકરાએ ફોઈના છોકરાને છરીના (Knife) ઘા મારી રહેંસી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમરેમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માતા અને પરિવારના હૈયાફાટ રૂદનથી વિસ્તારમાં ગમગીની છવાઇ હતી.
- પાટણમાં ભરબજારે મામાના છોકરાએ ફોઈના છોકરાને છરી વડે રહેંસી નાખ્યો
- મૃતક અને મામાના છોકરા વચ્ચે છેલ્લા એક વર્ષથી ઝઘડો ચાલતો હતો
- ભરબજારે બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં ગુરૂવારે સવારે લગભગ 9 વાગ્યના અરસમાં ભરબજારે રિક્ષા ચાલકને છરી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ હત્યારો કોઈ નહીં પણ તેના જ મામાનો છોકરો હતો. રિક્ષા ચાલક પ્રકાશ પટણી પણ તેના મામાનો છોકરાએ છરી વડે હુમલો કર્યો હતો. પ્રકાશ રીક્ષામાં જ ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર છેલ્લા એક વર્ષથી બંને પિતરાઈ ભાઈ વચ્ચે ઝઘડો ચાલી રહ્યા હતો. અંતે ઝઘડની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રકાશ પટણી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રોજની જેમ આજે સવારે પણ તે રીક્ષાનો ફેરો લઈ નીકળ્યો હતો ત્યારે વેરાઈ ચકલા પાસે તેનો મામાનો છોકરો મળી ગયો હતો. શરૂઆતમાં મામાના છોકરા સાથે સામાન્ય બોલચાલ થયા બાદ વિવાદ ઉગ્ર બની ગયો હતો. ત્યારે અચનાક જ ગુસ્સામાં આવી જઈ ભરબજારે જ મામાના છોકરાએ ફોઈનો છોકરો પ્રકાશ પટણી પર છરી વડે હુમલો કરી દીધા હતો. ત્યાર બાદ તે રીક્ષામાં ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.
મૃતક પ્રકાશ પટણી બે સંતાનનો પિતા હતા. પુત્ર ધોરણ 6માં અને પુત્રી ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ વિસ્તારમાં માહોલ ન બગડે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.