Madhya Gujarat

નિરમાલીમાં પરિણીતાએ બહેનને સરપંચ માટે ઉભી કરતા દિયર ધારીયું મારવા આવ્યો

આણંદ : કપંડવજના નિરમાલી ગામમાં રહેતી પરણીતાનો સગો દિયર ત્રાસ આપતો હતો. ચૂંટણી દરમિયાન સરપંચના પદ માટે પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી દિયર ભાગ ન લઈ શકતા પરણીતાએ પોતાની બહેનનું ફોર્મ ભરાવ્યું હતું. જેના કારણે દિયરે ધારીયું લઈને પરણીતા અને તેની પુત્રીને મારી નાખવાની કોશીશ કરતા અભયમને બોલાવામાં આવ્યા હતા. જ્યાં અભયમની ટીમ દ્વારા કાનુની પગલ ભરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કપંડવજના નિરમાલી ગામમાં રહેતી પરણીતાનો સગો દિયર તેમને તેમની પુત્રીને ત્રાસ આપતો હતો. દરમિયાન ચૂંટણી સમયે ગામવાળા લોકો દ્વારા પરણીતાને ભાગ લેવા જણાવામાં આવ્યું હતું ત્યારે પોતાની જગ્યાએ પરણીતાને પોતાના દિયરને ઉભા રહેવા જણાવ્યું હતું. પરંતુ પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી દિયર ચુટણીમાં ભાગ ન લઈ શકતા તેણીએ પોતાની બહેનને ઉભા રહેવા ફોર્મ ભરાવ્યું હતું. જેના કરાણે ગુસ્સે ભરાયેલા દિયરે ધારીયું લઈને પરણીતા અને તેની દિકરીને મારવાની કોશીશ કરી હતી અને અપશબ્દ બોલ્યા હતા. આથી પરણીતાએ અભયમને બોલાવ્યા હતા. આ ઘટનાની જાણ થતા અભયમના રીટા ભગત તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા. અભયમ દ્વારા દિયરને પોલીસ સ્ટેશન મોકલીના  કાનુની કાર્યવાહી કરી પરણીતાની અરજ કપંડવજના રુરલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top