Dakshin Gujarat

નવસારીમાં કોરોના પોઝિટિવ દર્દી સહિતનો પરિવાર ઘર બંધ કરી નાસી ગયો


navsari : નવસારી જિલ્લામાં કોરોનાના કેસો ( corona case) વધવાની વચ્ચે વિજલપોરનો કોરોના પોઝિટિવ ( corona positive) દર્દી ઘર બંધ કરી નાસી જતા તે દર્દી જીવતા બૉમ્બ જેવો હોવાથી લોકોમાં ભયનો માહોલ છે.નવસારી જિલ્લામાં કોરોનાના કેસો આડેધડ વધી રહ્યા છે. અને એક્ટિવ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે. તો બીજી તરફ જિલ્લાનો કોવિડ હોસ્પિટલો ( covid hospitals) દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે કેટલાક કોરોના પોઝિટિવ દર્દીઓ ઘરમાં જ રહી સારવાર લેતા હોય છે. ત્યારે કોરોનાની ગાઇડલાઇન મુજબ કોરોના પોઝિટિવ દર્દીના ઘરને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. કોરોના દર્દી ઘરની બહાર નહી નીકળે તે માટે પોલીસ વિભાગ દ્વારા હોમગાર્ડ જવાનને તૈનાત કરવામાં આવે છે.


વિજલપોરના રેવનગરમાં રહેતો યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને હોમ આઇસોલેટ કરી તે વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી ઘર સીલ કરવામાં આવ્યું હતું. જેથી કરીને ઘરની બહાર નીકળી ન શકે. પરંતુ ગતરોજ અચાનક તે કોરોના પોઝિટિવ દર્દી ઘર બંધ કરી તેમના પરિવારના 6 સભ્યો સાથે ક્યાંક નાસી ગયા હતા. ત્યારે આ બહાર ખુલ્લામાં ફરતો આ કોરોના પોઝિટિવ દર્દી અને તેમના પરિવારજનો જીવતા બૉમ્બ જેવા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે નાસી ગયેલા કોરોના પોઝિટિવ દર્દી માટે જવાબદાર કોણ ?

  • ફોન લોકેશનના આધારે પોલીસે દર્દીને શોધવો જરૂરી
    ગત વર્ષે કોરોનાની મહામારીની શરૂઆતમાં લોકડાઉન દરમિયાન આરોગ્ય વિભાગ ફોન ટ્રેસિંગના આધારે અન્ય રાજ્ય કે જિલ્લામાં ફસાયેલા નવસારીના લોકોને પરત લાવી રહ્યા હતા. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ જો બહાર નીકળે તો તેમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા હતા. વિજલપોર રેવાનગરનો નાસી ગયેલા કોરોના પોઝિટિવ દર્દીને પોલીસ ફોન લોકેશનના આધારે ઝડપી પાડે એ જરૂરી છે. નહીં તો તે યુવાન અન્ય લોકોને પણ ચેપ લગાડી શકે છે.

Most Popular

To Top