માંડવી: માંડવીમાં (Mandavi) લગ્નપ્રસંગે (marriage) પીઠીમાં હાજરી આપવા ગયેલી 12 વર્ષીય પુત્રી ઘરે નહીં પહોંચતાં પરિવાર દોડતો થઈ ગયો હતો. દરમિયાન આસપાસ શોધખોળ કરતાં બાળકી આંબાવાડી વિસ્તારમાં દર્દ સાથે કણસતી હાલતમાં મળી આવી હતી. જેની પુચ્છા કરતાં તેણે આપવીતી જણાવતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. ફાટેલાં કપડાં અને વેરવિખેર વાળ સાથે રાત્રિના (Night) સમયે સુમસામ વિસ્તારમાંથી મળી આવેલી આ માસૂમને માંડવીના વિસડાલીયાના (Visdaliya) યુવકે ઉઠાવી જઈ દુષ્કર્મ (rape) આચર્યું હતું. અને આ વાત કોઈને પણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પરિવારે પોલીસ (police) ફરિયાદ (Complaint) નોંધાવતાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.
માંડવી તાલુકામાં આવેલા એક ગામે લગ્ન પ્રસંગમાં પીઠીના દિવસે હાજરી આપવા ગયેલા પરિવારની 12 વર્ષીય પુત્રી અને તેની બહેનપણી બંને મંડપમાં ખુરશી પર બેઠાં હતાં. અને મોડી રાત્રિ દરમિયાન ઘરે જવા માટે નીકળ્યાં હતાં. એ સમયે સંગીતા (નામ બદલ્યું છે) અચાનક ગાયબ થઈ ગઈ હતી. પરિવારે તેની બહેનપણીની પૂછપરછ કરી હતી. પરંતુ શોધખોળ છતાં પુત્રી ન મળતાં છેવટે આંબાવાડી વિસ્તાર તરફ તપાસ કરી હતી. જ્યાં મમ્મી…મમ્મી…નો રડવાનો અવાજ આવી રહ્યો હતો. અને તેમણે ફાટેલાં કપડાં અને વેરવિખેર વાળ સાથે જોવા મળી હતી.
આ બાબતે સગીરાની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, મહેન્દ્ર માનસિંગ કોટવાળીયા (રહે.,વિસડાલીયા, માંડવી) મને ઊંચકીને આંબાના ખેતર તરફ લઈ ગયો હતો. અને મોં દબાવી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ આરોપીએ કોઈને જાણ કરશે તો તને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ અંગે ઘરના સભ્યોએ તપાસ કરતાં તે બાઈક નં.(GJ-22-N-2625) લઈને આવ્યો હોવાનું અનુમાન લગાવતાં નજીકનાં જ ગામનો હોવાનો જાણવા મળ્યું હતું. આ બાબતે સગીરાના પરિવારે માંડવી પોલીસને ફરિયાદ નોંધાવતાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
વરેલીમાં ૧૧ વર્ષની બાળકીનું અપહરણ
પલસાણા: પલસાણાના (Palsana) વરેલીમાં દત્તકૃપા સોસાયટી કુબે૨ પેલેસ મકાન નં.૩૦૧માં રહેતા મિલ કામદાર મુન્નાકુમાર બબનસીંગ ચન્દ્રદીપસીંગની ૧૧ વર્ષની પુત્રીનું અજાણ્યો અપહરણ કરી ગયો હતો. જેની ભાળ ન મળતાં તેમણે કડોદરા પોલીસમથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.