National

મહારાષ્ટ્રમાં માતાએ એક બાદ એક 6 બાળકોને કુવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી દીધા

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)ના રાયગઢ(Raygadh) જિલ્લામાં હદય કંપાવનારી ઘટનાં સામે આવી છે. રાયગઢ જીલ્લાના મહાડ તાલુકામાં રહેતી એક માતા(Mother)એ પોતાના જ બાળકો(Children)ને કુવા(Wall) ફેંકી(Throw) દઈ મારી નાખ્યા હતા. જેના કારણે તમામ બાળકોના દર્દનાક મોત થયા છે. આ માતાએ એક પુત્ર સહિત પોતાના 6 બાળકોને કુવામાં ધક્કો માર્યા બાદ પોતે પણ કુવામાં કુદી ગઈ હતી.જણાવવામાં આવી રહ્યું છે કે રૂના નામની મહિલાની તેના પતિ ચિખુરી સાહની સાથે ઝઘડો થયો હતો. જેથી તેને બાળકોને કુવા ફેંકી દીધા હતા.

પરંતુ જ્યારે રૂના કૂવામાં કૂદકો મારવા જતી હતી ત્યારે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ તેને જોયો હતો. માણસે અવાજ કર્યો અને ગામલોકોને ભેગા કર્યા. રૂનાને કોઈક રીતે સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી, પરંતુ માસૂમ બાળકોને બચાવી શકાયા ન હતા. અત્યાર સુધીમાં પોલીસે 4 બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યા હતા, જ્યારે બેની શોધખોળ ચાલુ હતી.

સૌથી નાની દીકરી માત્ર દોઢ વર્ષની
મળતી માહિતી મુજબ, રૂનાને પાંચ દીકરીઓ અને એક દીકરો હતો. મોટી પુત્રીની ઉંમર 10 વર્ષની હોવાનું કહેવાય છે જ્યારે સૌથી નાની પુત્રીની ઉંમર માત્ર દોઢ વર્ષની હતી. બાળકોની હત્યા પાછળનું કારણ ચોંકાવનારું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાની તેના સાસરિયાઓ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. તેના સાસરિયાઓએ તેને માર માર્યો હતો. ગુસ્સામાં મહિલાએ તેના 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા.

પોલીસે તપાસ શરુ કરી
ઘટનાની જાણ થતા જ પોલીસ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મામલાની ગંભીરતાને જોતા રાયગઢના પોલીસ અધિક્ષક અશોક દુધે અને અધિક પોલીસ અધિક્ષક અતુલ કુમાર ઝેંડે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃત્ય પામેલાં બાળકોની ઉંમર 10થી 3 વર્ષની વચ્ચેની છે. આરોપી માતાનું નામ રૂના ચિખુરી સાહની (30) છે. મૃતકોમાં રોશની (10), કરિશ્મા (8), રેશ્મા (6), વિદ્યા (5), શિવરાજ (3) અને રાધા (3) સામેલ છે. પોલીસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લાતુરમાં પણ આવી જ ઘટના બની હતી
આ પહેલાં લાતુર જિલ્લામાં આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલાએ તેના પતિ સાથે વિવાદ બાદ તેના 2 વર્ષના બાળકને કૂવામાં ફેંકી દીધો હતો. એ બાદ મહિલાએ તેનાં પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. શરૂઆતમાં પરિવારને વિશ્વાસ ન આવ્યો અને મોડી રાત સુધી બાળક ન દેખાતાં કૂવામાં તેની શોધખોળ શરૂ કરી હતી. થોડા સમય બાદ પોલીસ દ્વારા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Most Popular

To Top