ખભાંત : ખભાંતમાં એકાએક શંકાસ્પદ બીમારીએ માથું ઊંચક્યું છે, જેના કારણે દવાખાનાઓમાં લાંબી કતારો જોવા મળી રહી છે. ખંભાતમાં ખાનગી તથા સરકારી હોસ્પીટલમાં 1200થી વધુની ઓપીડી ચિંતાનો વિષય બની છે. જેમાં બાળકોની સંખ્યા વિશેષ જોવા મળી રહી છે. તેમ છતા તત્રંની બેદરકારીના કારણે લોકોમાં રોષ ફરી વળ્યો છે. ખંભાતમાં હાલમાં પુનઃ કોરોનાના કેસ મળ્યા પછી પણ આરોગ્ય તંત્ર ઉઘતું જોવા મળતા સ્થાનિકોમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.ગત વર્ષે કોરોનાના સૌથી વધુ કેસ અને એપિક સેન્ટર બનેલ ખંભાતમાં ચાલુ વર્ષે પણ બેદરકારી દેખાઈ રહી છે.
જે વિસ્તારમાંથી કેસ મળી આવેલ છે તે વિસ્તારમાં સાવચેતીના બોર્ડ કે પ્રતિબંધિત વિસ્તાર અંગે માહિતી મુકવામાં આવી નથી. જેના કારણે આવનાર સમયમાં ખંભાત ફરીથી કોરોનાનું કેન્દ્ર બની શકે છે તેવી શક્યતા છે. શાળાઓમાં પણ ફરજીયાત ૧૦૦ કલાકનો અમલ પણ ચિંતાનો વિષય બન્યો છે. આ અંગે સામજિક કાર્યકર જીગર પટેલના જણાવ્ય મુજબ હાલમાં ખંભાતમાં કોરોના સારવાર માટે કોઈ સ્પેશીયલ હોસ્પિટલ નથી.ઓમીક્રોનના આગમન પછી ટેસ્ટીંગ લેબથી લઇ સારવાર સુધીની કોઈ જ સુવિધા ઉભી કરવામાં આવી નથી તત્રં “સબ સલામત જેવી”સ્થિતિ અનુસાર વર્તી રહ્યું છે.જોકે કોરોના કેસોની શરૂઆત થઇ છે.જે આવનાર દિવસોમાં પંથકમાં ફેલાવી શકે છે.
બાળકોએ ઉત્સવની જેમ લાભ લીધો
આ અંગે માધવલાલ શાહ હાઇસ્કુલના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ પરમારે જણાવ્યું હતું કે,બાળકોએ ઉત્સવની જેમ રસીકરણની પ્રક્રિયામાં લાભ લીધો છે જે તેમની જાગરૂકતા બતાવે છે.આરોગ્ય વિભાગે સુંદર આયોજન હાથ ધર્યુ હતું બાળકોએ નિર્ભયતાથી રસી મુકાવી છે. સરકારની માર્ગદર્શિકા અનુસાર, 15 થી 18 વર્ષના બાળકો તેમના શાળાના આઈડી કાર્ડ, અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, તમે તમારા ફોન નંબરનો ઉપયોગ કરીને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તમને બાળકો માટે વોક-ઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન બંને વિકલ્પો ઉપલબ્ધ છે. બાળકોના રસીકરણ માટે માત્ર કોવેક્સિનનો વિકલ્પ છે., એટલે કે બાળકો માત્ર કોવેક્સિન મેળવી શકશે. બાળકોની રસીમાં બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રહેશે, પ્રથમ રસીના 28 દિવસ પછી જ બાળકોને રસીનો બીજો ડોઝ મળશે.