Dakshin Gujarat

ભરૂચના કાવી કંબોઈમાં સમુદ્રમાંથી સ્ફટીકનું અઢી ફૂટનું તરતું શિવલિંગ મળતા આશ્ચર્ય

ભરૂચ(Bharuch): દક્ષિણ ગુજરાતનું (SouthGujarat) સોમનાથ (Somnath) ગણાતા કાવી-કંબોઈ (KaviKamboi) સ્થિત સ્તંભેશ્વર (Stambheshwar) તીર્થ સ્થાનથી થોડેક જ દૂર દરિયામાં (Sea) ધનકા તીર્થ અખાત બંદરેથી (Gulf port) માછીમારોને (FisherMan) અઢી ફૂટનું તરતું સ્ફટિકનું શિવલિંગ (Crystal Shivlinga) મળી આવતા આશ્ચર્ય સર્જાયું છે. આ શિવલિંગને જોવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યાં છે.

  • કાવી-કંબોઈ સ્તંભેશ્વર તીર્થ સ્થાન નજીક સમુદ્રમાં માછીમારોને અઢી ફૂટનું તરતું સ્ફટીકનું શિવલિંગ મળી આવ્યું
  • જંબુસર તાલુકાનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી અનોખુ શિવલિંગ મળી આવ્યું
  • દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ જોઈ માછીમારો ચોંકી ઉઠ્યા
  • તરતું શિવલિંગ બોટમાં 12થી 15 માણસોની મદદથી કાવી બંદરે લાવતા ભક્તોની ભીડ ઉમટી
  • ખાસ શિવલિંગમાં શેષ નાગ, શંખ સહિત દ્રશ્યમાન

જંબુસર તાલુકાનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ મળી આવતા શિવ ભક્તોનું ધોડાપૂર ઉમટી પડ્યું છે.પવન નદી નર્મદામાં કંકર એટલા શંકરની પૃષ્ઠભૂમિ ભરૂચ જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે.

ત્યારે બુધવારે વહેલી સવારે જંબુસર તાલુકાનાં કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ મહીસાગર સંગમ સાબરમતીમાં મચ્છી પકડવા ગયા હતા.એ વેળા માછલી પકડવાની જાળમાં કઈક ભારદાર વસ્તુ ફસાઈ જતાં માછીમારોએ તેને જોતાં તરતુ શિવલિંગ હોવાનું નજરે ચઢ્યું હતા.

બે માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢી ઊંચકતા એ નહીં ઊંચકાયું હતું. અન્ય 12થી વધુ લોકોએ દોરડા વડે તેને ઊંચકી બોટમાં લઈ આવ્યા હતા અને કાવી બંદરે પહોંચતા જ શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં શિવભક્તોની ભીડ ઉમટી પડી હતી.

લોકોએ શુધ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતાં તેમાં શેષ નાગ, શંખ, મુર્તિ દેખાઈ આવે છે. અનોખું શિવલિંગ જોતાં જ શિવ ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. આ અઢી ફૂટનું શિવલિંગ સ્ફટિક પથ્થરમાંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

Most Popular

To Top