સુરત(Surat): શહેરના કતારગામ (Katargam) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક દારૂડિયા યુવકે નશાની હાલતમાં રત્નકલાકારના (Diamond Worker) પ્રાઈવેટ પાર્ટને (PrivatePart) ખેંચી કાઢી ગંભીર ઈજા (Injured) પહોંચાડી છે. ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાઈવેટ પાર્ટને થયેલી ઈજા જોઈ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.
- દારૂની પાર્ટી કર્યા બાદ અજાણ્યા સાથે તેની રૂમ પર ઊંઘવા જવાનું રત્નકલાકારને ભારે પડ્યું
- રાત્રે બદકામ કરવાના ઈરાદે રત્નકલાકાર સાથે છેડછાડ કરી
- રત્નકલાકારે ના પાડતા ગુસ્સે ભરાઈ શિશ્ન ખેંચી કાઢ્યું
- 31મી ડિસેમ્બરની રાત્રે બનેલી ઘટના, 18 દિવસ બાદ રત્નકલાકાર સારવાર માટે સિવિલ પહોંચ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામ ગોટાલાવાડીમાં એક શ્રમજીવીએ બદકામ કરવાની ના પાડતા શિશ્ન ખેંચી ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ લવાતા ઘટના 31મી ની રાત્રે બની હોવાનું સામે આવ્યું છે. પીડિત યુવકે કહ્યું હતું કે, રેલવે સ્ટેશન પર દારૂ ના અડ્ડા પર પરિચય થયા બાદ અજાણ્યો ઈસમ તેના ઘરે લઈ ગયો હતો. રાત્રે ઊંઘમાં બદકામ કરવા દબાણ કરતો હતો. ના પાડતા આવું કૃત્ય કર્યું હતું.
ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે તે બિહારનો રહેવાસી છે. વરાછામાં ડાયમંડ પોલીશનું કામ કરે છે. વાત 31 મી ડિસેમ્બરની છે. નવા વર્ષની રાત્રે સુરત રેલવે સ્ટેશન પર દારૂ પીવા ગયો હતો. જ્યાં એક અજાણ્યા ઈસમ સાથે પરિચય થયા બાદ બન્ને એ એક સાથે બેસીને અડ્ડા પર પાર્ટી કરી હતી. ત્યાર બાદ મોડી રાત્રે બન્ને કતારગામ ગોટાલાવાડી તેના ઘરે ગયા હતા. જ્યાં મધરાત્રે ઉંઘમાંથી જાગી ને અપરિચિત યુવક બદકામ કરવા દબાણ કરવા લાગ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે આવું ગંદુકામ કરવાની ના પાડતા અપરિચિત યુવક નશામાં બગડ્યો હતો. મારું શિશ્ન ખેંચી કાઢતા બૂમ પડી ગઈ હતી. ત્યાર બાદ એ ભાગી ગયો હતો. સારું થઈ જશે એ વિચારી આજે 18 દિવસ બાદ સિવિલમાં સારવાર માટે આવતા ડોક્ટરોએ દાખલ કરવાની વાત કરી છે.
ડોક્ટરે જણાવ્યું હતું કે આવી ગુપ્ત જગ્યા થતી ઇજાઓના પરીક્ષણ બાદ સામાન્ય ઓપરેશન કરવું પડશે. હાલ શિશ્નની ચામડી ખેંચાઈ ગઈ છે. એટલે સોજા આવી ગયા છે. દર્દીને દાખલ કરવો પડશે.