Madhya Gujarat

ફતેપુરાના કાળીયા ગામે ૧૦૮³ના કર્મીઓએ મહિલાની પ્રસુતિ કરાવી

સુખસર,તા.૧૧
ફતેપુરા તાલુકાના કાળીયા ગામમાં રહેતી એક સ્થાનિક સગર્ભા મહિલાને આજરોજ પ્રસુતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮એમ્બ્યુલન્સને બોલાવવા માટે ફોન કરતા જ ૧૦૮ ઈમરજન્સી વાન તાબડતોબ સગર્ભા મહિલાના ઘરે મદદ માટે આવી પહોંચી હતી.અને સગર્ભા મહિલાને તપાસતા પ્રસુતિ દુખાવો થતો હતો.અને ૧૦૮ ના ઇમર્જન્સી મેડિકલ ટેકનીશીયન લીલાબેન તાવિયાડ અને પાયલોટ રજપાલસિંહ ચૌહાણને હોસ્પિટલ જતા રસ્તામાં ૧૦૮ એમ્બ્યુલન્સ માંજ ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી.જેથી તેઓએ એમ્બ્યુલન્સને રોડની બાજુમાં ઉભી રાખી સગર્ભા મહિલાને પ્રસુતિ કરાવતા તે વખતે બાળકના ગળામાં ગર્ભ નાળ વીંટળાયેલ હતી.ઈ.આર.સી.પી ફિઝિશિયન ડોક્ટર ક્રિષ્નાબેનના માર્ગદર્શનથી એમ્બ્યુલન્સમાં ઈમર્જન્સી મેડિકલ ટેકનીશીય લીલાબેન તાવિયાડ અને પાયલોટ રજપાલસિંહ ચૌહાણની સૂઝબૂઝથી ખૂબજ કાળજીપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી હતી.અને સારવાર આપતા આપતા સુખસર સરકારી દવાખાના સુધી લઈ ગયા હતા.અને સુખસર સરકારી દવાખાનાના ડોક્ટરને બધી તકલીફ જણાવી અને માતા અને બાળકને દાખલ કરીને ત્યાંથી ૧૦૮ ઈમરજન્સી વાન પોતાના મેડિકલ ટેકનિશિયન અને પાયલોટ સાથે ત્યાંથી રવાના થઈ હતી.આમ,૧૦૮ ઇમર્જન્સીવાનના ઇમર્જન્સી મેડિકલ ટેકિનશિયન અને પાયલોટ સ્ટાફે પોતાની આવડત અને અનુભવના સહારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Most Popular

To Top