National

હૈદરાબાદમાં અચાનક જ રસ્તામાં સમાઈ ગયું આખું બજાર, વીડિયો થયો વાયરલ

હૈદરાબાદ: હૈદરાબાદના (Hyderabad) ગોશામહલ વિસ્તારમાં શુક્રવારે રસ્તા ધસી પડવાના કારણે મોટો અકસ્માત (Accident) થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે માર્કેટ (Market) લાગવાનો સમય હતો જેના કારણે રોડ (Road) પર ભીડ જોવા મળી હતી. અચાનક જ રોડ ધસી પડવાથી રોડ ઉપર લાગેલી બજાર પણ રોડમાં સમાઈ ગઈ હતી. આ ઘટનાની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. ઘણ બધઆ લોકો પ્રસાશન સામે પણ સવાલો ઉભા કરી રહ્યા છે. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જો કે આ ઘટનામાં અનેક વાહનો અને ગાડીઓ ખાડામાં ઉતરી ગયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ અને જીએચએમસીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનીનું નિરક્ષણ કર્યું હતું.

મળતી માહિતી અનુસાર આ રોડ ગટરની ઉપર બનાવવામાં આવ્યો હતો. જે સમયે આ અકસ્માત થયો તે સમયે રોડ પર બજાર લાગી હતી. અહીં મોટી સંખ્યામાં લોકો શાકભાજી ખરીદવા આવતા હોય છે. ત્યારે શાકભાજી વેચનારે લારીઓ પણ શાકભાજી મૂક્યા હતા. અહીં લોકોએ ગાડા પર શાકભાજી વગેરે મૂક્યા હતા. રોડ અચાનક ધરાશાયી થવાના કારણે ગાડીઓ સાથે લોકો પણ ખાડામાં પડી ગયા હતા. જેમને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈને ગંભીર ઈજા થઈ નથી. પરંતુ શાકભાજી વિક્રેતાઓને ચોક્કસ નુકસાન થયું છે.

ઘટનાને લઈને લોકોમાં રોષની સાથે સાથે ગભરાટ પણ જોવા મળી રહ્યો છે. માહિતી આપતાં ગોશામહાલના ધારાસભ્ય રાજા સિંહે જણાવ્યું કે આ પુલનું નિર્માણ 2009માં કોંગ્રેસના શાસન દરમિયાન થયું હતું. આ ભ્રષ્ટાચાર છે કારણ કે નાળા પરના પુલના નિર્માણમાં ખરાબ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હૈદરાબાદમાં પિતાની સામે પુત્રીનું કરાયું અપહરણ
તેલંગાણાના હૈદરાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીનું તેના પિતાની સામે જ અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ તેલંગાણાના રાજન્ના સિરિસિલા જિલ્લામાં એક છોકરી તેના પિતા સાથે મંદિરમાં ગઈ હતી. તે જ સમયે કેટલાક યુવકો તેની પાછળ આવ્યા. બદમાશને જોઈને યુવતીએ ભાગવાની કોશિશ કરી, પરંતુ બદમાશોએ તેને પકડીને બળજબરીથી કારમાં બેસાડી દીધી હતી.

જાહેર કરાયેલા વીડિયોમાં યુવતીએ દાવો કરતા જ આ કેસે નવો વળાંક લીધો હતો. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પીડિતાએ દાવો કર્યો છે કે તેણે અપહરણકર્તા સાથે લગ્ન કર્યા છે. આ મામલે એક વીડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં પીડિતા કહી રહી છે કે અમારા લગ્ન એક વર્ષ પહેલા થયા હતા, હું ત્યારે સગીર હતી, મારા માતા-પિતાએ આ લગ્ન સ્વીકાર્યા ન હતા. સંબંધીઓએ મારા પતિ વિરુદ્ધ કેસ નોંધાવ્યો. હવે અમે પુખ્ત વયના છીએ તેથી અમે લગ્ન કર્યા. યુવતીએ કહ્યું છે કે મારા પતિ દલિત હોવાને કારણે મારા સંબંધીઓ હજુ વાંધો ઉઠાવી રહ્યા છે.

Most Popular

To Top