પાણીની ટાંકી બાંધવામાં આવી, પાણી ભરવામાં આવ્યું અને ધડામ… એક ઓવરબ્રીજ બાંધવામાં આવ્યો, ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાનશ્રીના હસ્તે થયું અને પછી તરત ખબર પડી કે તે સાવ નબળો છે, તોડી પાડવો પડશે. નદી પર ઝૂલતો પુલ રીપેર થયો. ખુલ્લો મુકાયો અને લોકોની ભીડમાં નબળી ગુણવત્તાવાળો બ્રીજ તૂટી પડ્યો. જૂના બ્રીજ તૂટી પડે. શાળાઓમાં પોપડા પડે, ગટર ઉભરાય તે બધું તો નિરંતર બનતું જ હોય છે પણ હવે તો નવાં બાંધકામો પણ તૂટી પડે છે અને સત્તાવાળાઓના પેટનું પાણી ના હલે, છાપા ચેનલો નિરર્થક બાબતોની ચર્ચાઓમાં કલાકો બગાડે અને આ રોજિંદી નાગરિક જીવની દુર્ઘટના માટે સાવ જ મૌન જ સેવે તે આઘાતજનક છે. બાકી સાવ આવું તો ના હોય!
સતત કોંગ્રેસ સાથે તુલના કરતાં લોકોએ વિચારવું જોઈએ કે આવું કોંગ્રેસના શાસનમાં ક્યારે બન્યું કે વડા પ્રધાને ઉદ્ઘાટન કરેલો બ્રીજ વાપર્યા વગર જ તોડી પાડવો પડ્યો હોય! જે બ્રિજનું નિર્માણ થતું હોય તે બન્યા પહેલાં જ તૂટી પડતા હોય. પાણીની ટાંકીઓ આટલી નબળી અગાઉ ક્યારે બની? આમાં શાસન ક્યાં છે? મોરબીનો બ્રીજ હોય કે અમદાવાદની ટાંકી. બાંધકામ થતું હોય ત્યારે ગુણવત્તા ચકાસણીની કોઈ વિધિ જ નહીં થતી હોય?
અગાઉના સમયમાં સરકારી બાંધકામો થાય, જાહેર કાર્યક્રમો થાય ત્યારે નિષ્ઠાવાન પત્રકારો ઇન્વેસ્ટિગેટીવ જર્નાલીઝમ દ્વારા શોધી લાવતા કે ક્યાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે, બાંધકામ કેટલું તકલાદી છે અને કેટલું નબળું છે. કોંગેસનાં શાસનમાં પત્રકારો એ શોધવું પડતું હતું. ખાનગીકરણના યુગમાં ચેનલો માત્ર મનોરંજન અને સરકારી જાહેરાતોની કમાણીમાં પડી છે એટલે શોધતી નથી, પત્રકારોને શોધવા મોકલતી નથી ત્યારે હવે વ્યાપક બનેલો ભ્રષ્ટાચાર પોતે જ સામે આવે છે અને ટાંકી તૂટી પડે છે, પુલ તૂટી પડે છે રોડ બન્યાનાં મહિનામાં જ રફેદફે થઇ જાય છે.
ભ્રષ્ટાચાર કહે છે મને શોધશો નહીં હું આ રહ્યો. તમે વોટ ભ્રષ્ટાચાર દૂર કરવા આપ્યો હતો પણ હું તો આ રહ્યો અને સતત થવાનો જ છું કારણ કે તમને કોઈ ફેર પડતો નથી. ચુંટણી આવે ત્યારે તમે સારા રસ્તા માટે, સારા શિક્ષણ માટે, ન્યાયિક વ્યવસ્થા માટે વાજબી આરોગ્ય સુવિધા માટે વોટીંગ કરતા નથી. ચુંટણી પછી પણ તમારા પ્રતિનિધિ પાસે માંગણી કરતા નથી. આ નબળા બાંધકામો માટે રજૂઆતો કરતા નથી. તો આ ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર થાય?
ગુજરાતમાં માત્ર પુલ નથી તૂટતા, શિક્ષણ આરોગ્ય અને ન્યાય જેવી વ્યવસ્થાઓ પણ હવે તૂટતી જાય છે. યુનીવર્સીટીઓમાં કોઈ કહેનાર નથી. નવી શિક્ષણનીતિનો ઘડો લાડવો થઇ ગયો છે અને ચારેકોર નકલી અધિકારીઓની બોલબાલા છે. સત્તાવાળા દિવસે ને દિવસે વિકાસની પાયાની જરુરિઆતો કે સેવાઓને બદલે બાગ બગીચા, રમતગમતના સાધનો, એમ્યુઝમેન્ટ પાછળ ખર્ચની જાહેરાતો કરે છે. શિક્ષકો અને વહીવટીય કર્મચારીઓની જગ્યાઓ ભરવાને બદલે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આગળ વધતી જાય છે પણ પ્રજાના આગેવાન વર્ગમાંથી કોઈ હરફ ઉચ્ચારતું નથી.
દેશમાં કોઈ પણ દુર્ઘટના થાય એટલે તરત સત્તા પરિવર્તનનો હોબાળો ના કરાય એ બરાબર વાત છે પણ સત્તાવાળા પાસે જવાબ તો માંગવાનો જ હોય ને? આપણે તો પૂછવાનું જ છોડી દીધું છે, એટલું જ નહીં તેની સામાન્ય ચર્ચા પણ નથી કરતા. પહેલા તો બિહારમાં દુર્ઘટના થતી અને અમદાવાદનાં પાનનાં ગલ્લે તેની ચર્ચાઓ થતી. આજે અમદાવાના અકસ્માતો, ખુલ્લી ગટરમાં પડીને મારતા લોકોની પણ ઉચ્ચ મધ્યમ વર્ગમાં ચર્ચા નથી થતી. એવું નથી કે વર્તમાન અરાજકતાનો ભોગ માત્ર ગરીબ અને ગામડાના લોકો જ બને છે. ઉચ્ચ મધ્યમવર્ગનાં પગમાં પણ વારંવાર રેલો આવે છે અને છતાં આ વર્ગ જ્યારે ભેગો થાય છે ત્યારે સુશાસનની ચર્ચા કરવાના બદલે લગ્નના રજીસ્ટ્રેશનમાં માબાપની સહી ફરજીયાત કરવાની ગેરબંધારણીય ચર્ચાઓ કરે છે.
લાગે છે આપણે સૌ આ વ્યવસ્થાથી જ ખુશ છીએ કાંતો એક સુશાસન વાળી સમાજ વ્યવસ્થા કોને કહેવાય તેની આપણને સમજ નથી. લોકશાહી પ્રજાતંત્રનું ઘડતર જ નથી થતું. અંતે ગ્રીસમાં લોકશાહીની શરૂઆતમાં પ્રજાને જાગૃત કરતા તત્ત્વચિંતકોએ કહેલી વાત યાદ આવે છે કે, લોકશાહીનો આધાર પ્રજાની સમજણ પર છે અને સમજણનું ઘડતર મૂળભૂત શિક્ષણ દ્વારા થાય છે. લોકશાહીમાં લોકોને એટલું શિક્ષણ તો મળવું જ જોઈએ કે તે પોતાની જરૂરિયાતોને સમજી શકે અને સત્તાવાળાઓને સમજાવી શકે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે